દિવસ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 38027.81 અને નીચામાં 37548.93 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 505.13 પોઈન્ટ્સ અથવા 1.33 ટકાના ધોવાણ સાથે 37,585.51 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,464.95 અને નીચામાં 11,366.90 પોઈન્ટ્સની વચ્ચે ટ્રેડ થયા બાદ 137.45 પોઈન્ટ્સ અથવા 1.19 ટકાના ઘટાડા સાથે 11,377.75 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.76 અને 0.05 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE એનર્જી ઈન્ડેક્સ 1.30 ટકા, BSE કન્ઝ્યુમર ડ્યુરબેલ્સ ઈન્ડેક્સ 1.25 ટકા, , BSE FMCG ઈન્ડેક્સ 1.20 ટકા, BSE બેન્કેક્સ 1.08 ટકા ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે BSE રિયલ્ટી ઈન્ડેક્સ 1.36 ટકા વધીને બંધ રહ્યો હતો.

No comments:
New comments are not allowed.