Latest

Wednesday, September 12, 2018

પારણાં કર્યા પછી હાર્દિક પટેલનો હુંકાર, ‘હવેની લડાઈ લોકક્રાંતિ માટે’

અમદાવાદઃ હાર્દિક પટેલે આજે 19 દિવસ પછી સમાજના અગ્રણીઓના હાથે પાણી પીને પારણાં કર્યાં હતાં. આ પછી પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર સમાજના આગેવાન સી.કે.પટેલ અને નરેશ પટેલે સંબોધન કર્યું હતું તો પારણાં કર્યા પછી હાર્દિક પટેલે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, આ તો હજુ ટ્રેલર છે. આગામી લડાઈ લોકક્રાંતિ માટે લડવામાં આવશે.
શું કહ્યું હાર્દિક પટેલે
પારણાં કર્યા પછી હાર્દિક પટેલે ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યાં હતાં. હાર્દિકે જણાવ્યું હતું કે, ‘ભાજપે એક પણ વચન પૂરું કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ સંવેદનશીલ થઈને કોઈપણ કામ કર્યું નથી. તેમણે સાબિત કર્યું કે અમે અંગ્રેજ છીએ. હવે જે લડાઈ ચાલુ થશે તે લોકક્રાંતિના માર્ગે થશે. હું આહ્વાન કરું છું ખેડૂતોને કે તમારે લોકક્રાંતિને નામે તમારે બહાર નીકળવું પડશે. ગામડે ગામડામાંથી ખેડૂતો બહાર નીકળે અને આ અંગ્રેજ હુકુમતને ગુજરાતની બહાર કાઢવી પડશે. આટલું બધું થયાં પછી પણ ગુજરાતના લોકો ઘરમાં નપુંસક બનીને બેસી રહેશે તો આવતા સમયે એવું શાસન આવશે કે તમે તમારો વિચાર પણ વ્યક્ત નહિ કરી શકો. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના રાજમાં તાનાશાહી પ્રવર્તી રહી છે.’



No comments:

Pages