સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયો સવાલ

અમદાવાદ- પોતાની માંગો સરકાર પૂરી ન કરે ત્યાં સુધી આમરણ ઉપવાસ કરનાર હાર્દિક પટેલે આખરે પારણા કરી લીધા હતા. પરંતુ હવે તેનો ઉપવાસ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં, ગુજરાતના ગાંધીનગર નગર નિગમ દ્વારા રવિવારના રોજ આયોજિત ક્લાર્કની એક સ્પર્ધાત્મક પરીક્ષામાં હાર્દિકને લગતો સવાલ પૂછાયો હતો.
વિદ્યાર્થીઓમાં ચર્ચા

હાર્દિકને લગતો સવાલ જોઈને થોડીવાર માટે વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા. આ MCQ માં પૂછવામાં આવ્યુ હતું કે, તાજેતરમાં જ ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને કયા નેતાએ પાણી પીવડાવ્યુ હતું? આ સવાલના જવાબ માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા, શરદ યાદવ, શત્રુધ્ન સિન્હા, લાલુ પ્રસાદ યાદવ અને વિજય રુપાણી. આ સવાલનો સાચો ઉત્તર છે- શરદ યાદવ.
19 દિવસના ઉપવાસ
Met Shri Hardik Patel in d hospital at Ahmedabad today and gave him a glass of water. pic.twitter.com/gVMqcaDw5Q— SHARAD YADAV (@SharadYadavMP) September 8, 2018
જ્યારે ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલને પરીક્ષામાં પૂછવામાં આવેલા આ સવાલ વિષે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે તેમને આ બાબતે કોઈ જાણકારી નથી. તેમણે જણાવ્યું કે, પરીક્ષામાં ગાંધીનગર નગર નિગમનો કોઈ રોલ નથી હતો. GTUએ આ પરીક્ષા કરાવવાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ પછી પારણા કર્યા હતા. તેણે ખેડૂતોનું દેવું માફ કરવાની અને પટેલ સમાજ માટે અનામતની માંગ કરી હતી.
આ કારણે કર્યા પારણા

હાર્દિકના ઉપવાસ દરમિયાન અનેક નેતાઓ તેને મળવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપવાસના 14મા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ તેની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ શરદ યાદવે તેણે પાણી પીવડાવ્યુ હતુ. પોતાના સમર્થકોના આગ્રહને માન આપીને તેણે 12 સપ્ટેમ્બરના રોજ પારણા કર્યા હતા.
No comments:
New comments are not allowed.