સાઉદી અરબનો વિચિત્ર કિસ્સો

સાઉદી અરબમાં એક પુરુષને મહિલા સાથે બ્રેકફાસ્ટ કરવાનું મોંઘુ પડી ગયું. ઈજિપ્તના રહેનારા એક વ્યક્તિને તે સમયે અરેસ્ટ કરવામાં જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેણે પોતાના સોશિયલ મીડિયા પર મહિલા સાથે બ્રેકફાસ્ટ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા સાઉદી અરબની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહિલાઓ માટે આવા વિચિત્ર કાયદા

સાઉદી અરબના કાયદા અનુસાર, કોઈ મહિલા મેકડૉનાલ્ડ, સ્ટારબક્સ, ઑફિસ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર કોઈ પુરુષ સાથે એકલી ન બેસી શકે. મહિલાઓએ આ જગ્યાએ પુરુષોથી દૂર બેસવાનું હોય છે. તે આવા સ્થળે પોતાના પતિ કે પિતા સાથે પણ બેસી શકતી નથી. તેમને ફક્ત પોતાના પુત્ર અને ભાઈ સાથે જ બેસવાની પરવાનગી છે.
પુરુષને જ નહીં મહિલાને પણ અરેસ્ટ કરવાની માગ

સાઉદીના શ્રમ અને વિકાસ મંત્રાલયે તે શખસને અરેસ્ટ કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે, તેણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને સમાજમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે. તેની ગિરફ્તારી બાદ ટ્વીટર પર આ બાબત ટ્રેન્ડ કરી રહી છે. વીડિયોના અંતમાં આ વ્યક્તિ પોતાના હાથે મહિલાને ખાવાનું ખવડાવે છે જેના પર વધારે બબાલ થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, માત્ર પુરુષને જ નહીં મહિલાને પણ સજા મળવી જોઈએ.
લોકોએ કર્યો વિરોધ
هُناك اكثر من المصري "بهاء" وسيناريوهاتهم تحدث يوميًا بين اسقف المولات والمجمعات التجارية فـ استحداث الوظائف للسعوديات بين الأجانب يُعد انفلات صريح للعادات والتقاليد والقيم .#مصري_يفطر_مع_سعوديه pic.twitter.com/r8prckcdf1— حمود الضحيان ابونواف (@H_S_Alduhaiyan) September 9, 2018
જોકે, કેટલાક લોકોએ આનો વિરોધ પણ કર્યો છે. લોકોનું કહેવું છે કે, જો તે વ્યક્તિએ મહિલા સાથે બ્રેકફાસ્ટ કર્યો અને થોડી હસી-મજાક કરી લીધી તો તેમાં ખોટું શું છે? ઈજિપ્તના લોકો પણ આનો ખૂબ વિરોધ કરી રહ્યા છે.
No comments:
New comments are not allowed.