Latest

Tuesday, September 11, 2018

રેસિપીઃ મસાલા ઈડલી

મસાલા ઈડલી


વીકેએન્ડમાં કે વાર તહેવારે હવે ઘરે જ મસ્ત ઈડલી-ઢોંસાનો પ્રોગ્રામ બનાવવામાં આવે છે. પણ જો તમારે ઈડલીમાં કંઈક નવું કરવું હોય તો તમને આ રેસિપી ઘણી ઉપયોગી થશે. ઘરે આવેલા મહેમાન કે ફેમિલી મેમ્બર્સ તમારા હાથની આ ઈડલી ખાઈને તમારા વખાણ કરતા થાકશે નહીં.

સામગ્રી


ઈડલીનું મિશ્રણ તૈયાર કરવા માટે..
100 ગ્રામ ચોખા, 6 કલાક પલાળેલા
10 ગ્રામ અડદની દાળ, 6 કલાક સુધી પાણીમાં પલાળેલી
100 ગ્રામ ભાત (રાંધેલા ચોખા)
મીઠું સ્વાદ અનુસાર

વઘાર


23 મિલી તેલ
11/2 ટીસ્પૂન અડદ દાળ
4-5 કરી પત્તા
1 ટેબલસ્પૂન કાપેલા લીલા મરચાં
2 ટીસ્પૂન કાપેલું આદું
1/2 ટીસ્પૂન હીંગ
50 ગ્રામ કાપેલી ડુંગળી
100 ગ્રામ ક્રશ કરેલું નાળિયેર
1/2 ટીસ્પૂન હળદર પાઉડર

રીત


1. ઈડલીના મિશ્રણને 8 કલાક સુધી સામાન્ય રુમ ટેમ્પ્રેચરમાં રાખો, જેટલી આથો આવી જાય.
2. વધાર માટે તેલ ગરમ કરો. તેમાં અડદની દાળ નાખો. આ પછી કરી પત્તા, મરચું, આદુ અને હીંગ નાખીને થોડું તપાવો. પછી ડુંગળી અને ક્રશ કરેલું નાળિયેર નાખીને ગરમ કરો. આ વઘારને ઈડલીના મિશ્રણમાં નાખો.
3 ઈડલી બનાવવાના કુકરની વાડકીમાં તેલ નાખીને તૈયાર કરો. પછી તેમાં ઈડલીનું મિશ્રણ ભરીને બાફવાનું શરું કરો. થોડા સમય પછી ઈડલીને બીજી તરફ ફરાવો.
4. હવે, ગરમા-ગરમ ઈડલીને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.


from I Am Gujarat https://ift.tt/2x6bkRE

No comments:

Pages