ફિલ્મી રીતે કરી પતિની હત્યા અને પછી…

નવી દિલ્હીઃ દેવર સાથે અનૈતિક સંબંદ બનાવ્યા બાદ પત્નીએ દેવર સાથે મળી પતિનું ગળું દબાવીને હત્યા કરી અને પરિવાર તેમજ પોલીસને ફિલ્મ દ્રશ્યમની જેમ ભમરાવ્યા. જોકે હત્યાનો ખુલાસો મોબાઇલ ડિટેઇલના કારણે થયો જે બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતા બધી હકીકત જણાવી હતી.
દેવર સાથે અનૈતિક સંબંધ

મહિલાએ કહ્યું કે, તેના પતિને ખબર પડી ગઈ હતી કે તેનો સંબંધ પોતાના દેવર સાથે છે જેના કારણે બંને વચ્ચે અનેકવાર ઝગડા પણ થતા હતા. તેથી દેવર અને પત્નીએ મળીને ગમછાથી તેનું ગળું દાબી હત્યા કરી નાખી હતી અને લાશ ઓળખાય નહીં તે માટે ચેહેરો ભારે પથ્થરથી કચડી નાખ્યો હતો. આરોપીઓની ઓળખ વિજય(28) અને અનીતા(30) તરીકે કરવામાં આવી છે.
પતિને ખબર પડી જતા રસ્તામાંથી હટાવવા કર્યો પ્લાન

કેસની તપાસ કરતા DCPએ જણાવ્યા મુજબ ’23 ઓગસ્ટના દિવસે પતિ રાજેશનો મૃતદેહ એક અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. મૃતદેહ અનેક દિવસ જુનો હતો જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પરંતુ તેની પાસેથી મળી આવેલ આધારકાર્ડના આધારે ખબર પડી કે મૃતકનું નામ રાજેશ છે અને તે હાથરસનો રહેવાસી છે.’ જે બાદ પોલીસે મૃતકના ઘરના દરેક સભ્યોની પુછપરછ કરી હતી જોકે બધાએ એક જ જવાબ આપ્યો કે રાજેશ ઘરેથી બેગ લઈને નીકળો હતો અને તેની સાથે લુટફાટ થઈ હશે.
દ્રશ્યમની જેમ દરેકના મોઢે એક જ વાત રટાવી

આરોપી અનીતા અને વિજયે ફિલ્મ દ્રશ્યમ જોઈને આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને બધાના મગજમાં એક જ વાત બંધ બેસાડી દીધી હતી કે રાજેશ ઘરેથી બેગ લઈને નીકળો હતો અને તેની સાથે લુટફાટ થઈ હશે. જોકે પોલીસને શંકા જતા તમામનો મોબાઈલ ડેટા ચેક કરવામાં આવ્યો હતો જેને લઈને દેવર અને ભાભી વચ્ચેના ફોન કોલ્સ જરુરિયાત કરતા વધુ જણાતા આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી.
મોબાઇલ ડિટેલના આધારે પોલીસ ઉકેલ્યો કેસ

આ દરમિયાન પત્નીએ પોલીસને જણાવ્યું કે, રાજેશ અને તેની વચ્ચે 19 ઓગસ્ટના દિવસે પણ ઝગડો થયો હતો જે બાદ રાજેશ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. જ્યાં તેની પત્ની અનીતા અને વિજય પણ તેની પાછળ પહોંચ્યા અને પ્લાનમાં નક્કી કર્યા મુજબ જેમતેમ રાજેશને સમજાવી રિક્ષામાં પોતાની સાથે બેસાડી દીધો હતો. જે બાદ શાંતિ વન પાસે પહોંચીને અવાવરું જગ્યામાં અનીતાએ ટોઈલેટ જવાની વાત કરી અને રાજેશને પોતાની સાથે આવવા કહ્યું. જે બાદ વિજય પણ અચાનક પાછળથી આવી ગયો અને અહીં બંનેએ મળીને રાજેશની હત્યા કરી મૃતદેહ ત્યાં જ છોડી દીધો હતો.
No comments:
New comments are not allowed.