ગૌતમ ગંભીર ફરી ચર્ચામાં

ભારતીય ક્રિકેટ ટીમના જાણિતા ખેલાડી ગૌતમ ગંભીર આજકાલ એક અલગ બાબતને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો છે જેમાં તે કાળા દુપટ્ટા અને માથા પર લાલ બિંદી લગાવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ ગૌતમને આ વેશ કિન્નરોના સમર્થનમાં ધારણ કર્યો છે. આ પહેલા પણ ગંભીરે રક્ષાબંધનના દિવસે કિન્નરો પાસેથી રાખડી બંધાવી હતી.
લોકો કરી રહ્યા છે વખાણ

36 વર્ષીય ગૌતમ ગંભીર સમાજમાં ઉપેક્ષા અને ભેદભાવના શિકાર બનેલા કિન્નર સમાજને સમર્થન આપવામા માટે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં હિજડા હબ્બાના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યો હતો. જ્યાં કિન્નરોએ ગંભીરને પોતાની જેમ તૈયાર થવામાં મદદ કરી હતી. તે દરમિયાન ગંભીરના આ ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યા હતા જે હવે વાઈરલ થયા છે. સોશિયલ મીડિયા પર લોકો ગંભીરની આ કામગીરીને વખાણી રહ્યા છે.
રક્ષાબંધને કિન્નરો પાસે બંધાવી રાખડી
“It’s not about being a man or a woman. It’s about being a HUMAN.” With proud transgenders Abhina Aher and Simran Shaikh and their Rakhi love on my hand. I’ve accepted them as they are. Will you? #respecttransgenders pic.twitter.com/6gBOqXu6nj— Gautam Gambhir (@GautamGambhir) August 25, 2018
રક્ષાબંધન પર પણ ગૌતમ ગંભીરે કેટલાક ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા, જેમાં તે ટ્રાંસજેન્ડર્સ પાસે રાખડી બાંધાવતો દેખાઈ રહ્યો છે. ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે, ‘આ પુરૂષ કે સ્ત્રી હોવાની વાત નથી. આ માનવી હોવાની વાત છે. ગર્વથી ટ્રાન્સજેન્ડર અભીના અહેર અને સિમરન શેખ સાથે રાખડીના રૂપમાં મારા હાથ પર તેમનો પ્રેમ છે. મેં તેમને આવી જ રીતે સ્વીકાર કર્યો છે. શું તમે પણ કરશો?’
No comments:
New comments are not allowed.