ઇરકોનનો આઇપીઓ 17 સપ્ટેમ્બરે ખૂલશે અને 19 સપ્ટેમ્બરે બંધ થશે, જ્યારે ગાર્ડ રિચનો આઇપીઓ 24 સપ્ટેમ્બરે ખૂલશે અને 26 સપ્ટેમ્બરે બંધ થશે. બન્નેના શેરોનું બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.
ઇરકોન 10 રૂપિયાની ફેસવેલ્યૂના 99,05,157 ઇક્વિટી શેર ઓફર કરશે. તેની પ્રાઇસ બેન્ડ શેર દીઠ ₹470થી 475 નક્કી થઈ છે. ₹475 ભાવ મુજબ તે ₹470 કરોડ રૂપિયા એકત્ર કરશે. ગાર્ડન રિચે તેના શેરની પ્રાઇસ બેન્ડ ₹115થી 118 નક્કી કરી છે, જે મુજબ તે ₹345 કરોડ રૂપિયા એકત્ર કરશે. ઉલ્લેખનીય છે કે અગાઉ જૂનમાં રેલવે કન્સલ્ટન્સી કંપની રાઇટ્સનો આઇપીઓ આવ્યો હતો.
ઇરકોન ઇન્ટરનેશનલ મિનીરત્ન જાહેર સાહસ છે. તે રોડ, હાઈવે, બ્રિજ, ટનલ, કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના નિર્માણ અને ઔદ્યોગિક વિસ્તારના વિકાસની કામગીરી કરે છે. કંપની મલેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને અલ્ગેરિયામાં હાજરી ધરાવે છે. 2017-’18ના નાણાકીય આવકમાં નિકાસ મારફત 15 ટકા આવક મેળવી હતી. આગામી ક્વાર્ટરમાં કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરીમાં વધારો કરવાની અને હાઈ વેલ્યૂ પ્રોજેક્ટ્સ પર ફોકસ કરવાની યોજના ધરાવે છે.
No comments:
New comments are not allowed.