લંડનમાં કેન્સરની સારવાર લે છે ઈરફાન

આ વર્ષે માર્ચ મહિનામાં બોલિવુડ એક્ટર ઈરફાન ખાને સોશિયલ મીડિયા પર ફેન્સને પોતે કેન્સરથી પીડાતો હોવાની માહિતી આપી હતી. ઈરફાન ખાન હાલ લંડનમાં સારવાર કરાવી રહ્યા છે. ઈરફાન ખાનને લઈને જે સમાચાર આવ્યા છે તે ફેન્સને ખુશ કરી દેશે.
પરત આવવાની ફેન્સ જોવે છે રાહ

‘હિન્દી મીડિયમ’ના એક્ટરે સોશિયલ મીડિયા પર ફેન્સને બીમારી વિશે માહિતી આપતા કહ્યું હતું કે, તે ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમરથી પીડિત છે, જે રેર ડિસીઝમાં સામેલ છે. જો કે લંડનમાં સારવાર દરમિયાન ઈરફાને ફેન્સને અનેક વખત તબિયત વિશે માહિતી આપી છે. ઈરફાનના ફેન્સ તેના સંપૂર્ણપણે સાજા થવાની આતુરતાથી રાહ જોવે છે.
દિવાળીમાં નાાસિક જશે ઈરફાન!

હાલમાં જ મળેલી ખબર પ્રમાણે, ઈરફાન આ વર્ષે દિવાળી નાસિકના ફાર્મહાઉસમાં મનાવી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, ઈરફાન અને તેનો પરિવાર આ વખતે દિવાળીનું સેલિબ્રેશન નાસિકના ફાર્મહાઉસમાં કરવા વિચારી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઈરફાન 10 દિવસ માટે ઈન્ડિયા આવશે અને પછી સારવાર માટે લંડન પરત જતો રહેશે.
માર્ચ સુધીમાં કામ ફરી શરૂ કરી શકે

ઈરફાનના તાજેતરના હેલ્થ રિપોર્ટને ડોક્ટર્સ તરફથી ક્લિનચીટ મળવાની બાકી છે. ફરીથી ઈરફાન ક્યારે કામ શરૂ કરી શકશે તેના વિશે ડોક્ટોરોએ કોઈ સૂચના આપી નથી. જો કે, ડોક્ટર્સે આશા બાંધી છે કે ઈરફાન માર્ચ સુધીમાં ફરીથી કામ શરૂ કરી શકશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2RDDOLr
No comments:
Post a Comment