Latest

Monday, November 5, 2018

બાબા રામદેવે લોન્ચ કર્યા ‘સંસ્કારી’ કપડા, ‘પતંજલિ પરિધાન’માં 25 % ડિસ્કાઉન્ટ મળશે

પતંજલિ પરિધાનનું ઉદ્ઘાટન


નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિએ અપેરલ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. ધનતેરસના દિવસે ‘પતંજલિ પરિધાન’ના પહેલા શો-રૂમનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીના સુભાષ પ્લેસમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં બાબા રામદેવ સાથે પહેલવાન સુશીલ કુમાર અને ફિલ્મ મેકર મધુર ભંડાકર પણ હાજર રહ્યા.

ડિસેમ્બર સુધીમાં ખુલશે 25 શો-રૂમ


સ્વામી રામદેવે જણાવ્યું કે, ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરમાં આશરે 25 નવા સ્ટોર ખુલી જશે. પતંજલિ પરિધાનના સ્ટોરમાં ભારતીય વસ્ત્રોની સાથે પશ્ચિમી પોશાક, એસેસરીઝ અને જ્વેલરી મળશે. દિલ્લીમાં ખુલેલા સ્ટોરમાં જિન્સ 1100 રૂપિયામાં મળી રહ્યું છે. રામદેવે જણાવ્યું કે દિવાળીના તહેવારોની સિઝનમાં ખરીદી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

3000થી વધુ વેરાયટીના કપડાં મળશે


બાબા રામદેવના પ્રવક્તાએ ટ્વીટ કરીને માહિતી આપી કે પતંજલિ પરિધાનમાં સ્ત્રી-પુરુષોના કપડાં, ડેનિમ, એથનિક કપડાં અને ફોર્મલ વેયર સહિતના કપડાની 3000થી વધુ કપડાની વેરાયટી મળશે. આ કપડાં લિવફિટ, આસ્થા અને સંસ્કાર બ્રાંડ અંતર્ગત મળશે.

આર્થિક આઝાદીનું વાહક બનશે પતંજલિ પરિધાન


ટ્વિટમાં ઉલ્લેખ કરાયો છે કે, જે રીતે ખાદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું તેવી જ રીતે પતંજલિ પરિધાન દેશમાં આર્થિક આઝાદીનું વાહક બનશે. ‘ધ્વજ રાષ્ટ્રની આન-બાન-શાન હોય છે અને કપડા વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ અને સન્માન હોય છે.’


No comments:

Pages