આજના દિવસે સચિને કર્યું હતું ક્રિકેટમાં ડેબ્યૂ

સચિન તેંદુલકરે 29 વર્ષ પહેલા આજના દિવસે (15 નવેમ્બર, 1989) પાકિસ્તાન વિરુદ્ધ પોતાના કરિયરની પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. 16 વર્ષ 205 દિવસના સચિને કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. પરંતુ પોતાની પહેલી ઈનિંગ બાદ તે રડવા લાગ્યા હતા.
પહેલી મેચમાં બનાવ્યા 15 રન

પહેલી મેચમાં સચિનને છઠ્ઠા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. સચિને 24 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા. સચિન પોતે સ્વીકાર કરી ચૂક્યો છે કે, જ્યારે હું પોતાની પહેલી ઈનિંગ રમીને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, તો મને લાગ્યું કે ‘રોન્ગ પ્લેસ’ પર હું ‘રોન્ગ ટાઈમ’ પર આવી ગયો.
ઈનિંગ બાદ બાથરૂમમાં જઈ રડવા લાગ્યો

તેઓ આગળ કહે છે કે, હું ખૂબ જ દુઃખી હતો. બાથરૂમમાં ગયો અને રડવા લાગ્યો. પછી ત્યાં જે સીનિયર ખેલાડી હતા તેમણે મારે શું કરવું જોઈએ તે સમજાવ્યું. પછી આગળની મેચમાં મારામાં આત્મવિશ્વાસ પાછો આવ્યો.
ફેસબુક લાઈવથી કહી હતી વાત
On this day— BCCI (@BCCI) November 15, 2018
Rewind the clock
1989 – Sachin made his Test debut
2013 – Walks out to bat for one final time #legend #TeamIndia pic.twitter.com/KXGJX3KB3O
સચિનને નહોતી ખબર કે પાકિસ્તાનમાં કેવી રીતે રમવાનું છે. સચિન ફેસબુક લાઈવ દરમિયાન પોતાની યાદોને વાગોળતા જણાવી ચૂક્યા છે કે, ઈરાની ટ્રોફીની પહેલી મેચમાં સદી બાદ જ ભારતીય ટીમમાં તેમનું સિલેક્શન થઈ ગયું હતું. આ બાદ તેઓ પાકિસ્તાનની ટૂર પર નીકળી ગયા. ત્યાંના બોલિંગ આક્રમણ સામે તેમનું શું થશે તે પણ જાણ નહોતી. ત્યાં થોડી ઓવર રમ્યા બાદ ખબર પડી કે એટેક કેવા પ્રકારનો હશે. તે સમયે ઈમરાન ખાન, વસીમ અકરમ, વકાર યૂનુસ જેવા બોલર્સ હતા. તેમની બોલિંગનો સામનો કરવો અઘરું હતું.
કરિયરની બીજી ઈનિંગમાં મારી હાફસેન્ચુરી

સચિન કહે છે, પહેલી ઈનિંગમાં મુશ્કેલથી 15 રન બનાવ્યા. આ બાદ મેં પોતાના કરિયરની બીજી ઈનિંગમાં ફિફ્ટી લગાવી. આ દરમિયાન મને જાણ થઈ કે હું આ કેવી રીતે કરી શકું છું.
માત્ર સમય પર હતી નજર

તેઓ આગળ કહે છે, જ્યારે હું બીજી ઈનિંગ રમવા ગયો ત્યારે મેં વિચારી રાખ્યું હતું કે સ્કોર બોર્ડ જોવાનું નથી, હું માત્ર સમય જોઈ રહ્યો હતો. હું માત્ર મેદાન પર સમય વિતાવવા ઈચ્છતો હતો. કોઈપણ કિંમતે મારે ત્યાં ટકી રહેવાનું હતું. મને વિશ્વાસ થયો કે હું આ કરી શકું છું. 59 રન બનાવ્યા. આ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો.
આજના દિવસે જ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

તેને સંયોગ જ માની શકાય કે 2013માં સચિને પોતાના ટેસ્ટ ક્રિકેટની છેલ્લી ઈનિંગ 15મી નવેમ્બરે રમી હતી. વેસ્ટઈન્ડીઝ સામે 14 નવેમ્બરે શરૂ થયેલી મુંબઈ ટેસ્ટના બીજા દિવસે સચિન 74 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ 24 વર્ષ 1 દિવસના કરિયર બાદ સચિને આરામ લીધો.



No comments:
New comments are not allowed.