મન કી બાતનો 50મો એપિસોડ

નવી દિલ્હી: મન કી બાત કાર્યક્રમના 50 એપિસોડ પૂર્ણ થવા પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ એવો કાર્યક્રમ છે જેમાં અવાજ મારો પરંતુ ભાવનાઓ તમારી હોય છે. 5 ઓક્ટોબર 2014ના રોજ મન કી બાત શરૂ થઈ હતી. આ કાર્યક્રમના 50 એપિસોડ પૂરા થયા છે. આ ગોલ્ડન જુબલી એપિસોડ છે. તમારા પાસેથી જે પણ પત્રો આવે છે તેમાં ઘણા લોકોએ સવાલ કર્યો છે કે આજના યુગમાં રેડિયો ભૂલાઈ ગયો છે ત્યારે મોદીજીએ આ કાર્યક્રમ માટે રેડિયો કેમ પસંદ કર્યો?”
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
આ કારણે રેડિયોનું માધ્યમ પસંદ કર્યું

પીએમે એક જૂના પ્રસંગને યાદ કરતા કહ્યું કે, આ 1998ની વાત છે, હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો સક્રિય કાર્યકર હતો અને હિમાચલમાં કામ કરતો હતો. એ વખતે હું હિમાચલની પહાડીઓમાં ચા પીવા માટે રોકાયો. ચાવાળાએ એક કાચના વાસણમાંથી લાડવો આપીને મોં મીઠું કરાવ્યું. મેં પૂછ્યું કે કોઈ ખુશીની વાત છે? તો ચાવાળાએ કહ્યું કે ભારતે બોમ્બ ફોડી દીધો છે. હકીકતમાં ચાવાળો પરમાણુ પરીક્ષણની વાત કરતો હતો, તેણે આ વિશે રેડિયો પર સાંભળ્યું હતું. રેડિયોની ખબરની અસર તેના માનસપટ પર હતી. કમ્યુનિકેશનની રીચમાં રેડિયો સાથે સરખામણી ન થઈ શકે.”
‘મોદી આવશે અને જશે પણ દેશ અટલ રહેશે’

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “50 એપિસોડની સફર આપણે સૌએ સાથે મળીને પૂરી કરી છે. આકાશવાણીએ આના પર સર્વે કર્યો છે. 70 ટકા લોકો નિયમિતરૂપે મન કી બાત સાંભળે છે. મને ખુશી છે કે મન કી બાતના કારણે રેડિયો પણ પ્રચલિત થયો છે. લોકો ટીવી અને ઈન્ટરનેટ દ્વારા પણ મન કી બાત સાથે જોડાઈ રહ્યા છે. જ્યારે મન કી બાત શરૂ કરી હતી, ત્યારે નક્કી કર્યું હતું કે, આ કાર્યક્રમમાં રાજનીતિ કે સરકારની વાહવાહી નહીં હોય ક્યાંય મોદી નહીં હોય. કેટલાક યુવાનોએ આ કાર્યક્રમનું વિશ્લેષણ કર્યું છે જેમાં સામે આવ્યું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે રાજકારણથી મુક્ત છે. મોદી આવશે અને ચાલ્યા જશે પરંતુ આ દેશ અટલ રહેશે.”
આકાશવાણીની ટીમને અભિનંદન
"आकाशवाणी की टीम हर episode को बहुत सारी भाषाओं में प्रसारण के लिए तैयार करती है. कुछ लोग बखूबी regional languages में मोदी से मिलती-जुलती आवाज़ में और उसी लहज़े से ‘मन की बात’ सुनाते हैं." PM on #MannKiBaat— ALL INDIA RADIO (@AkashvaniAIR) November 25, 2018
PMએ કહ્યું કે, “આકાશવાણીની ટીમ દરેક એપિસોડને ઘણી ભાષાઓમાં પ્રસારિત કરવા માટે તૈયાર કરે છે. કેટલાક લોકો મોદીના જેવો અવાજ કાઢીને તે જ લયમાં મન કી બાત સંભળાવે છે. આ પ્રકારે 30 મિનિટ માટે તેઓ નરેન્દ્ર મોદી બની જાય છે. હું એ લોકોના ટેલેન્ટ અને સ્કીલને બિરદાવું છું.”
બંધારણ દિવસ અંગે કરી વાત
'लोकतंत्र बाबा साहब के स्वभाव में रचा-बसा था, वो कहते थे कि भारत के लोकतांत्रिक मूल्य कहीं बाहर से नहीं आए हैं.संविधान सभा में उन्होंने एक बहुत भावुक अपील की थी कि इतने संघर्ष के बाद मिली स्वतंत्रता की रक्षा हमें अपने खून की आखिरी बूँद तक करनी है' PM on #MannKiBaat pic.twitter.com/HqlSojqMbR— ALL INDIA RADIO (@AkashvaniAIR) November 25, 2018
PM મોદીએ આગળ કહ્યું કે, “આવતી કાલે બંધારણ દિવસ છે. એ મહાન વિભૂતીઓને યાદ કરવાનો દિવસ જેમણે બંધારણ બનાવ્યું. 26 નવેમ્બર, 1949માં બંધારણને અપનાવાયું. બંધારણ ડ્રાફ્ટ કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ લાગ્યા. 3 વર્ષની અંદર જ મહાન વિભૂતિઓએ આપણને વ્યાપક અને વિસ્તૃત બંધારણ આપ્યું. જે અસાધારણ ગતિએ બંધારણ રચ્યું તે આજે ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવીટીનું ઉદાહરણ છે. આપણે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.”
ગુરુનાનક જંયતિનો ઉલ્લેખ
गुरु नानक जी से जुड़े पवित्र स्थलों के मार्ग पर एक ट्रेन भी चलाई जायेगी. भारत सरकार ने करतारपुर corridor बनाने का एक बड़ा महत्वपूर्ण निर्णय लिया है, ताकि हमारे देश के यात्री आसानी से पाकिस्तान के करतारपुर में गुरु नानक देव जी के पवित्र स्थल पर दर्शन कर सकें PM on #MannKiBaat pic.twitter.com/4gP5jc9922— ALL INDIA RADIO (@AkashvaniAIR) November 25, 2018
ગુરુનાનક જયંતી વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “23 નવેમ્બરે આપણી શ્રી ગુરુ નાનક દેવજીની જયંતી મનાવી અને આવતા વર્ષે એટલે કે 2019માં આપણે ગુરુ નાનકનું 550મું પ્રકાશ પર્વ મનાવીશું. ગુરુ નાનક દેવજીએ હંમેશા માનવકલ્યાણ વિશે વિચાર્યું છે. તેમણે સમાજને હંમેશા સત્ય, કર્મ, સેવા, કરુણા અને ભાઈચારાનો માર્ગ બતાવ્યો છે. દેશ આવતા વર્ષે ગુરુ નાનક દેવજીની 550મી જયંતી સમારોહને ભવ્યરૂપે મનાવશે સાથે જ ગુરુ નાનકજી સાથે જોડાયેલા પવિત્ર સ્થળોના માર્ગ પર ટ્રેન દોડાવવામાં આવશે.”
No comments:
New comments are not allowed.