Latest

Sunday, November 11, 2018

આ ગામના લોકોને આઝાદીના 70 વર્ષ બાદ પહેલીવાર મળ્યો હેન્ડપંપ

આઝાદીના 70 વર્ષ બાદ મળ્યો હેન્ડપંપ

લાતેહાર: ઝારખંડના લાતેહાર જિલ્લામાં આઝાદીના 70 વર્ષ બાદ પણ અત્યાર સુધી પીવાના સ્વચ્છ પાણી માટે હેન્ડપંપની કોઈ સુવિધા નહોતી. પરંતુ આટલા વર્ષો બાદ પંચાયત પ્રમુખે આ શક્ય કરી બતાવ્યું. લાતેહારના નક્સલ પ્રભાવિત જાગીર ગામમાં પહેલી વાર કોઈ હેન્ડપંપ બોરિંગ મશીન પહોંચી છે. આ વાતની ખુશી ગ્રામજનોના ચહેરા પર છલકાઈ.

અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

ખરાબ રોડને કારણે નહોતી આવી શકતી ગાડીઓ

અહીં મશીનો મદદથી ત્રણ હેન્ડપંપ લગાવવામાં આવ્યા. ગ્રામીણોનું કહેવું છે કે, આ પહેલા ખરાબ રોડને કારણે મોટી ગાડીઓ ગામની અંદર નહોતી પહોંચી શકતી. પરંતુ પંચાયત પ્રમુખે આ સંભવ કરી બતાવ્યું.

પહાડો કાપીને બનાવ્યા છે રોડ

જાગીરના પંચાયત બ્લોક પ્રમુખ મંગલદેવ ઉરાંવે કહ્યું કે, ગ્રામીણોને અત્યાર સુધી પીવાનું સ્વચ્છ પાણી નહોતું મળતું. આ વખતે અમે આ કરીને બતાવીશું. અમે JCB મશીનની મદદથી બોરિંગ મશીનને ગામની અંદર લાવ્યા. અહીંના રોડ ખૂબ ખરાબ છે કે કારણકે જંગલ વિભાગે પહાડો કાપીને બનાવ્યા છે. અહીં ગાડીને અંદર લઈ જવી સરળ નથી. એ જ કારણે JCB મશીનની મદદ લેવી પડી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2qI97ch

No comments:

Post a Comment

Pages