કૂતરાએ 80 દિવસ સુધી રાહ જોઈ
કૂતરાની વફાદારીના અનેક કિસ્સાઓ જાણવા-વાંચવા મળે છે. જે પછીથી દિલ જીતી લે છે. કારણ કે શ્વાનને સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. આ ઘટના ચીનની છે. જ્યાં એક કૂતરાએ 80 દિવસથી પણ વધારે સમય પોતાની માલકિનની રાહ જોઈ. જોકે, ઘટનામાં શ્વાનની માલકિનનું મૃત્યું થયું હતું. સોશિયલ મીડિયા પર આ કૂતરાનો ફોટો તથા સ્ટોરી વાઈરલ થઈ રહી છે. આ કૂતરાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તે પોતાની માલકિનની રાહ જોઈ રહ્યો છે.
17 લાખ વખત જોવાયો વીડિયો

આ ઘટના ઈનર મંગોલિયાના હોહોત શહેરની છે. ચીનની ઓનલાઈન કોમ્યુનિટીમાં આ વીડિયો વાઈરલ થયો છે. વાયુવેગે આ સમાચારા ચીનના જુદા જુદા પ્રાંતમાં ફેલાતા અત્યાર સુધીમાં આશરે 17 લાખ વખત આ વીડિયો જોવાઈ ચૂક્યો છે. એક સ્થાનિક ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે, કૂતરા અને માલકિનનો સંબંધ ખૂબ પ્રેમાળ હતો. તેઓ એકબીજાથી ખૂબ નજીક હતા.
ગાર્ડની જેમ ઊભો રહે છે કૂતરો

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કૂતરો ગાર્ડની જેમ રસ્તા પર ઊભો છે. ટેક્સી ડ્રાઈવરે ઉમેર્યું કે, હું તેને દરરોજ આ રસ્તા પર જોવ છું. કૂતરા અને માણસ વચ્ચેનો સંબંધ ખૂબ ગાઢ રહ્યો હશે. એવું આ ઘટના પરથી કહી શકાય છે.
No comments:
New comments are not allowed.