Latest

Sunday, November 18, 2018

AusVsSA : ગ્લેન મેક્સવેલે લપક્યો શાનદાર કેચ, તમે પણ જોતા જ રહી જશો

મેક્સવેલનો અદભુત કેચ

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાં ગણના થાય છે. મેક્સવેલે આની એક ઝલક સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટી20માં પણ દેખાડી. તેણે શનિવારે કેરારા ખાતેની મેચમાં શાનદાર કેચ ઝડપ્યો જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.

ડુ પ્લેસિસનો સુપરમેન સ્ટાઈલમાં કેચ પકડ્યો

વરસાદને કારણે આ મેચ 20ની જગ્યાએ 10 ઓવરની કરી દેવાઈ. સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે બિલી સ્ટેનલેકની ઓવરમાં એક શૉટ ફટકાર્યો જે લગભગ બાઉન્ડ્રી બહાર જતો દેખાઈ રહ્યો હતો પણ ડીપ મિડવિકેટ પર મેક્સવેલે હવામાં ઉછળીને પકડી લીધો. મેક્સવેલ પહેલા કેચને પકડી તેને હવામાં ઉછાળી બાઉન્ડ્રીની અંદર જતો રહ્યો હતો અને બાદમાં બહાર આવીને તેણે કેચ પકડ્યો હતો. સાઉથ આફ્રિકાએ પોતાની ઈનિંગમાં 10 ઓવરમાં 6 વિકેટે 108 રન બનાવ્યા.

વારંવાર જોઈ રહ્યાં છે ફેન્સ

મેક્સવેલનો આ શાનદાર કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. તેના ફેન્સ આ કેચના ખૂબ વખાણ કરી રહ્યાં છે. મેક્સવેલે આ મેચમાં બોલિંગ પણ કરી અને 2 ઓવરમાં 14 રન આપી 1 વિકેટ ઝડપી. મેક્સવેલ અત્યાર સુધી 54 ટી20 ઈન્ટરનેશનલમાં 25 વિકેટ ઝડપી ચૂક્યો છે.

બેટિંગમાં પણ કરી કમાલ, ટીમને જીતાડી ન શક્યો

આ ઉપરાંત મેક્સવેલે બેટિંગમાં પણ કમાલ દેખાડી. તેણે 23 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રનની ઈનિંગ રમી. જોકે, મેક્સવેલનું આ શાનદાર પ્રદર્શન તેની ટીમને જીત ન અપાવી શક્યું. 109 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 10 ઓવર્સના અંતે 7 વિકેટે માત્ર 87 રન બનાવી શક્યું અને સાઉથ આફ્રિકા 21 રનથી મેચ અને સીરીઝ જીતી ગયું.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2zeGDvA

No comments:

Post a Comment

Pages