Latest

Saturday, November 10, 2018

મેચ દરમિયાન પિચ પર નગ્ન થઈને દોડવા લાગ્યો ફેન

અચાનક એક નગ્ન ફેન દોડતો પિચ પર આવ્યો


ઈંગલેન્ડ-શ્રીલંકાની ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પ્રથમ મેચમાં એક એવી ઘટના જોવા મળી કે ત્યાં હાજર તમામ લોકો હેરાન થઈ ગયા. આ મેચ દરમિયાન અચાનક એક નગ્ન ફેન દોડતો પિચ પર આવ્યો અને ક્રિકેટના ખેલાડીઓની સામે ઊભો રહી ગયો. સુરક્ષાકર્મીઓ ત્યાં દોડી આવ્યા અને આ ફેનને મેદાનની બહાર લઈ ગયા.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

તે ફેને માત્ર શોર્ટ્સ પહેરી રાખ્યો હતો


આ મેચમાં ઈંગલેન્ડે શ્રીલંકાને હરાવ્યું અને મેચમાં જેવી શ્રીલંકાની છેલ્લી વિકેટ પડી કે તરત જ ઈંગલેન્ડના ખેલાડીઓ જીતની ખુશી મનાવવા માટે મેદાન પર એકઠા થઈ ગયા. અને તે દરમિયાન જ એક દર્શક ત્યાં મેદાન પર દોડી આવ્યો. તેણે તેના શરીર પર માત્ર શોર્ટ્સ પહેરી રાખ્યો હતો.

ફેન તેનો પહેરેલો શોર્ટ ઉતારવા લાગ્યો અને


એમ્પાયર અને ક્રિકેટના ખેલાડીઓ કશું સમજી શકે તે પહેલા આ ફેન તેનો પહેરેલો શોર્ટ પણ ઉતારવા લાગ્યો. સુરક્ષાકર્મીઓ જેવા આ ફેનને પકડવા માટે દોડ્યા કે તરત જ તે ફેન મેદાનમાં દોડવા લાગ્યો અને પાછળ-પાછળ સિક્યોરિટી ગાર્ડ્સને પણ દોડાવ્યા, આખરે પિચની બાઉન્ડ્રી પર તેને પકડી લેવામાં આવ્યો.

No comments:

Pages