જ્હાન્વી સાથે છે સારુ બોન્ડિંગઃ

શ્રીદેવીના નિધન બાદ અર્જુન કપૂરનું તેની સાવકી બહેનો જ્હાન્વી અને ખુશી કપૂર સાથે સારુ બોન્ડિંગ થઈ ગયુ છે. અર્જુન મોટા ભાઈની જેમ તેની બહેનોનો ખ્યાલ રાખે છે અને તેમની સાથે મસ્તી પણ કરે છે. હાલમાં જ જ્હાન્વી કપૂર અને અર્જુન કપૂર કોફી વિથ કરણમાં સાથે પહોંચ્યા હતા. આવામાં કરણે અર્જુનને એવો સવાલ પૂછી લીધો કે તે શરમથી લાલ થઈ ગયો હતો.
સેક્સ લાઈફ સાથે જોડાયેલો સવાલ પૂછ્યોઃ
Catch the brother-sister duo fight over the hamper on the #KoffeeWithKaran couch! #KoffeeWithArjun #KoffeeWithJanhvi pic.twitter.com/7rykVwFd6A— Star World (@StarWorldIndia) November 18, 2018
અર્જુન અને જ્હાન્વીનો આ એપિસોડ હજુ સુધી ટેલિકાસ્ટ નથી થયો પરંતુ આ એપિસોડનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સ્ટાર વર્લ્ડે આ પ્રોમો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ જોહરે અર્જુન કપૂરને એવો સવાલ કર્યો જેના બાદ અર્જુન જવાબ ટાળવા આડુ અવળુ જોવા માંડ્યો હતો. જ્યારે કરણે અર્જુનને સેક્સ લાઈફ સાથે જોડાયેલો સવાલ પૂછ્યો તો અર્જુને જવાબ આપ્યો કે હું મારી બહેન સાથે બેઠો છું.
કોણ કોને ડેટ કરે છે?
Whose dating secrets will be revealed on #KoffeeWithKaran? #KoffeeWithArjun #KoffeeWithJanhvi pic.twitter.com/zK9Kcg5DoX— Star World (@StarWorldIndia) November 18, 2018
અર્જુનના આ જવાબ પર જ્હાન્વી જોરથી હસવા માંડી હતી. શૂટ બાદ એક અખબાર સાથેની વાતચીતમાં અર્જુને જણાવ્યું કે આ શોમાં જ્હાન્વી સાથે આવવું તેના માટે એક સરપ્રાઈઝ હતી. ગઈ વખતે તે જ્યારે આવ્યો ત્યારે બીજા અનેક મહેમાન હતા. જ્હાન્વી સાથે તેને સારો સમય વીતાવવાનો મોકો મળ્યો.
મલાઈકા સાથે રિલેશનશીપની ચર્ચાઃ

શો દરમિયાન અર્જુને તેની આગામી ફિલ્મો અંગે પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે તે છેલ્લે પરિણીતી સાથે નમસ્તે ઈંગલેન્ડ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ ફ્લોપ રહી હતી. અર્જુન આજકાલ મલાઈકા અરોરા સાથે રિલેશનશીપને લઈને ચર્ચામાં છે.
તખ્તમાં જોવા મળશે જ્હાન્વીઃ

જ્હાન્વીએ ઈશાન ખટ્ટર સાથે ધડક ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. હવે તે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જોવા મળશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં જ્હાન્વી ઉપરાંત બીજા અનેક લોકો છે.
No comments:
New comments are not allowed.