Latest

Thursday, November 22, 2018

શિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું શાક🤤🤤

શિયાળામાં ઘરે બનાવો લીલી હળદરનું શાક


શિયાળાની શરૂઆત થતા જ બજારમાં હળદર આવવાની શરૂ થઈ જાય છે. તમે શાક માર્કેટમાં જાઓ ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. આ બંને લીલી હળદરના ફાયદાઓ સરખા જ છે. જોકે ઠંડીનું આગમન થતા જ મહેસાણામાં લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. બાજરાના રોટલા જોડે સર્વ કરાતા શાકને ખાતા જ લોકો આંગળા ચાટતા રહી જાય છે. ત્યારે આજે અમે તમારા માટે મહેસાણાના ખાસ લીલી હળદરના શાકની રેસિપી લઈને આવ્યા છીએ.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

સામગ્રી:


લીલી હળદર 300 ગ્રામ
બાફેલા વટાણા 150 ગ્રામ,
ડુંગળીની પેસ્ટ 200 ગામ,
ટામેટાંની પેસ્ટ – 200 ગ્રામ
લસણની કળી- 7થી 8
દહીં-350 ગ્રામ
ચોખ્ખુ ઘી 200 ગ્રામ
આદુની પેસ્ટ- 3 ચમચી
મરચાની પેસ્ટ – 4 ચમચી
સમારેલી કોથમીર- 150 ગ્રામ
ગોળ- 100 ગ્રામ
મીઠું અને લાલ મરચું (સ્વાદ અનુસાર)

બનાવવાની રીત


સૌ પ્રથમ લીલી હળદરને છોલીને ધોઈને છીણી નાખવી. ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકો. આ પછી ધીમી આંચે હળદર બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો (હળદર બળી ન જાય તેનું ધ્યાન રાખો). ત્યારબાદ તેમાં ટામેટાંની ગ્રેવી ઉમેરો. પેનમાં રહેલું ઘી છૂટું પડે એટલે તેમાં આદું ભભરાવી દો અને 2 મિનિટ સુધી શાકને ચડવા દો. આ બાદ તેમાં મરચાની પેસ્ટ, મીઠું અને લાલ મરચું નાખો. આ પછી વટાણા અને ગોળ ઉમેરીને શાકમાં મિક્સ કરો. છેલ્લે શાકમાં દહીં મિક્સ કરીને 5થી 7 મિનિટ સુધી ચડવા દો. હવે શાકને કોથમીર અને કોપરાનું છીણ ભભરાવીને ગાર્નિશ કરી લો. તમારું લીલી હળદરનું સ્વાદિષ્ટ અને તીખું શાકને રોટલા જોડે ગરમ ગરમ સર્વ કરો.


No comments:

Pages