ઈટાલીમાં થયા લગ્ન
રણવીર સિંહ અને દીપિકા પદુકોણના લગ્ન રંગેચંગે ઈટલીના લેક કોમોમાં સંપન્ન થયાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવો ગણગણાટ હતો કે બોલિવૂડના સ્ટાર અનિલ કપૂરને મેરેજમાં આમંત્રણ ન મળવાથી તે નારાજ છે. જોકે, હવે અનિલ કપૂરે શુભેચ્છા આપીને આ વાતનો છેદ ઉડાડ્યો છે.અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આ રીતે આપી શુભેચ્છાઓ
That’s one good looking couple right there! #ThePerfectMatch May those smiles never leave your faces! Wishing you a lifetime of happiness, love & togetherness! Lots of love coming your way! @RanveerOfficial @deepikapadukone https://t.co/YWaPbQcqOD— Anil Kapoor (@AnilKapoor) November 16, 2018
અનિલ કપૂરે ટ્વિટ કરીને લખ્યું કે,’આ તસવીરમાં ગુડ લુકિંગ કપલ જોવા મળી રહ્યું છે. તમારા ચહેરા પરથી ક્યારેય મુસ્કાન દુર ન થાય. તમને જિંદગીભરની ખુશીઓ, પ્રેમ મળે. તમને આગળ ખૂબ પ્રેમ મળવાનો છે.’
બન્ને વચ્ચે સારુ બોન્ડિંગ

નોંધનીય છે કે રણવીર સિંહ અને અનિલ કપૂર દુરના સંબંધી છે. આ બન્ને વચ્ચે તેમજ દીપિકા સાથે પણ અનિલ કપૂરનું સારુ બોન્ડિંગ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીરે ખૂબ જ એન્જોય કર્યુ હતું. આથી જ્યારે દીપવીરના લગ્નમાં અનિલની ફેમિલીને આમંત્રણ ન મળ્યું ત્યારે સોશિયલ મીડિયા પર નારાજગીની ચર્ચા હતી.
સોનમ કપૂરે પણ આપી શુભેચ્છાઓ
Congratulations to both of you! May you always find joy together— Sonam K Ahuja (@sonamakapoor) November 15, 2018@RanveerOfficial https://t.co/mg1B2bUPgp
નોંધનીય છે કે રણવીર સિંહ સોનમ કપૂરનો કઝિન થાય છે. સોનમ કપૂર અને રણવીર વચ્ચે પણ સારુ બોન્ડ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીર સિંહે ખૂબ જ ધમાકેદાર ડાન્સ કર્યો હતો.
અર્જુન કપૂરે ગીત લખી આપી શુભેચ્છા
Jashn E Ishqa https://t.co/5FTTMdwwiO— Arjun Kapoor (@arjunk26) November 15, 2018

No comments:
New comments are not allowed.