અંબા માતાને આપ્યું ઈશાના લગ્નનું આમંત્રણ

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના 12 ડિસેમ્બરે લગ્ન છે. ઈશાના લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ છે અને પરંપરા અનુસાર પ્રથમ નિમંત્રણ ગણપતિ બાપ્પાને આપવામાં આવ્યું છે. બુધવારે નીતા અંબાણી સાસુ કોકિલાબેન સાથે ઈશાના લગ્નની કંકોત્રી લઈને જાણીતા તીર્થધામ અંબાજી મંદિર પહોંચ્યા.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
રોયલ વેડિંગ કાર્ડ

ઈશા અંબાણીના લગ્નની દરેક બાબતનું બારીકાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઈશાની કંકોત્રી જોવામાં રોયલ લાગે છે. પિંક અને ગોલ્ડન બોક્સમાં બનાવેલા આ કાર્ડને ચાર બોક્સમાં વહેંચવામાં આવ્યું છે.
બાપ્પાને પણ આપ્યું આમંત્રણ

અંબાજીમાં મા અંબાના ચરણોમાં ઈશાના લગ્નની કંકોત્રી મૂકતાં પહેલાં અંબાણી પરિવારે સિદ્ધિવિનાયકમાં ગણેશજીને લગ્નનું પ્રથમ આમંત્રણ આપ્યું હતું.
વાંચો, લગ્ન પહેલા જોવા મળ્યો ઈશા અંબાણીનો રોયલ લૂક, ગ્રહશાંતિમાં પહેર્યો ખાસ લહેંગો
મુંબઈમાં જ થશે લગ્ન

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અંબાણી પરિવારે માહિતી આપી હતી કે ઈશાના લગ્ન મુંબઈમાં અંબાણી પરિવારના ઘરે જ થશે.
લગ્ન પહેલા ડિનર પાર્ટી

લગ્ન એકદમ પરંપરાગત વિધિ પ્રમાણે જ થશે. લગ્નના એક અઠવાડિયા પહેલા અંબાણી અને પીરામલ પરિવાર ફેમિલી અને ફ્રેંડ્સ માટે એક ખાસ ડિનર પાર્ટીનું આયોજન કરશે. આ પાર્ટી માટે ઉદયપુરનું લોકેશન પસંદ કરવામાં આવ્યું છે. ડિનર પાર્ટીની થીમ રાજસ્થાનના કલ્ચરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2QxjPBj
No comments:
New comments are not allowed.