Latest

Friday, November 30, 2018

કરતારપુર પર દેખાયો પાકિસ્તાનનો અસલી રંગ, કહ્યું ‘ગુગલીમાં ફસાયું ભારત’

24 કલાકમાં જ પાકિસ્તાને દેખાડ્યો અસલી ચહેરો


ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભલે કરતારપુર કોરિડોરને શાંતિ, મિત્રતા અને વિકાસનું નામ આપતા હોય પરંતુ આ પાછળ 24 કલાકમાં જ પાકિસ્તાની અસલી મંછા મસામે આવી ગઈ છે. ઇમરાનની સરકારમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇમરાન સરકારના 100 દિવસ પૂરા થવાના કાર્યક્રમમાં કહ્યું કે, ‘કરતારપુર ઇવેન્ટ હકીકતમાં ઇમરાન ખાનની ગુગલી હતી જેમાં ભારત મજબૂર બન્યું હતું.’ મહત્વપૂર્ણ છે કે કુરેશી જ્યારે આ બોલતા હતા ત્યારે ખુદ ઇમરાન કાર્યક્રમમાં સૌથી આગળ બેસીને સાંભળતા હતા.

ભાઈ-ભાઈની વાતો પણ મુરાદ મેલી


ગુરુવારે કુરેશીએ અફઘાનિસ્તાન પછી ભારતને સૌથી મહત્વપૂર્ણ પડોશી જણાવી કહ્યું કે, ‘ઇમરાનખાને વડાપ્રધાન બનતા જ બંને દેશો સાથેના સંબંધો સુધારવા માટે પ્રયાસ કર્યા હતા અને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. ત્યારે ન્યૂયોર્કમાં ભારતના પ્રતિનિધિ અમને મળવા માટે તૈયાર પણ થઈ ગયા હતા જોકે પડોશી દેશમાં ચાલતા રાજકરણના કારણે અમારો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો.’

ઈમરાનની ગુગલીએ ભારતને મજબૂર કર્યાનું નિવેદન


ત્યારબાદ તેમણે હસાત હસતા કહ્યું કે, ‘પરંતુ અમારી ટીમના કેપ્ટન ઇમરાન ખાને કરતારપુરની ગુગલી નાખી અને તેનું પરિણામ એ આવ્યું કે જે હિંદુસ્તાન મુલાકાતથી દૂર ભાગતું હતું તેમણે પોતાના બે મંત્રીઓને અહીં મોકલવાની ફરજ પડી હતી.’ ગુરુવારે ઇમરાન સરકારે ચૂંટણી પછી 100 દિવસ પૂરા કરી લીધા છે. કુરેશીની આ ટિપ્પણીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના એક દિવસ પહેલાના નિવેદન બાદ આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ભારત પાક વચ્ચે વાતચીત ત્યારે જ સંભવ છે જ્યારે પાકિસ્તાન સૂંપૂર્ણ રીતે આંતકવાદી પ્રવૃત્તિઓ બંધ કરે.’

ભારતે વાતચીતની પાડી છે ના


ઉલ્લેખનીય છે કે બુધવારે યોજાયેલ કરતારપુર કાર્યક્રમમાં પાકિસ્તાન સુષમા સ્વરાજને આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ સ્વરાજે પૂર્વનિર્ધારિત કાર્યક્રમો અંગે જણાવીને સહભાગી થવામાં અસમર્થતા દર્શાવી હતી. જે બાદ ભારત તરફથી આ કાર્યક્રમમાં બે કેન્દ્રીય મંત્રિયો, હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પુરીએ પ્રતિનિધિત્વ કર્યું હતું.


No comments:

Pages