Latest

Thursday, November 29, 2018

ગીરના જંગલમાં સિંહે ત્રણ લોકો પર કર્યો હુમલો, એકનું મોત

દેવળિયા સફારી પાર્કમાં બનેલી ઘટના


જૂનાગઢ: ગીરના જંગલમાં સિંહ કે દીપડો આજુબાજુના ગામમાં ઘૂસીને જઈને પશુઓનું મારણ કરી જતા હોવાની ઘટનાઓ તો સામાન્ય છે, પણ ગુરુવારે બનેલી એક ઘટનાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. દેવળિયા સફારી પાર્કમાં એક સિંહ સાસણમાં કામ કરતા એક મજૂર પર હુમલો કરી તેને જંગલમાં ખેંચી ગયો હતો જ્યારે એક અન્ય મજૂર પણ હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

વન વિભાગને એક મજૂરની લાશ મળી


સિંહ જેને ખેંચી ગયો હતો તે રજનીશ કેશવાલા નામના મજૂરની લાશ વન વિભાગને મળી આવી છે. જ્યારે રજનીશને સિંહના મોંમાંથી છોડાવવાનો પ્રયાસ કરતા ઘવાયેલો દિનેશ નામનો મજૂર સિંહના હુમલાથી પોતાને બચાવવામાં સફળ રહ્યો હતો અને વન વિભાગને આ ઘટના અંગે જાણ કર હતી.

વન વિભાગના એક કર્મચારી પર પણ સિંહ કર્યો હુમલો


વન વિભાગના કર્મચારીઓએ આવીને દિનેશને જૂનાગઢની હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો અને રજનીશની શોધખોળ હાથ ધરી હતી. જોકે, કર્મચારીઓને રજનીશની લાશ જ હાથ લાગી હતી. જોકે, રજનીશને શોધવા દરમિયાન સિંહે વન વિભાગના એક કર્મચારી પણ હુમલો કરી દીધો હતો, જેમાં ભદ્રા નામનો કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી અને તેને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો.

સિંહના મનુષ્યો પર હુમલાથી લોકો ભયભીત



આદમખોર બની ગયેલા આ સિંહથી સાસણના જંગલની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથે જ વન વિભાગે આ સિંહને કાબુમાં લેવા ઓપરેશન હાથ ધરી દીધું છે.


No comments:

Pages