તૈમૂરથી લોકો કરી રહ્યા છે કમાણી

સૈફ અલી ખાન અને કરીના કપૂરના છોટે નવાબ તૈમૂર ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યો છે. આ વાતમાં કોઈ શંકા નથી. પોતાની ક્યૂટનેસથી સૌ કોઈનું દિલ જીતનારા તૈમૂર અલી ખાન બોલિવૂડના ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સૌથી મોંઘી વેચાય છે તેની તસવીર

તૈમૂરની ફેન ફોલોઈંગ પણ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી, ત્યારે જ તેની તસવીરો સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તસવીરોનું કિંમત શું હોય છે. જી હાં, આ તસવીરો માટે ફોટોગ્રાફર્સ મીડિયા પાસેથી મોટી રકમ વસૂલે છે. આ વાતનો ખુલાસો ખુદ તૈમૂરના પપ્પા સૈફે કર્યો છે.
કેટલી છે તસવીરની કિંમત?

હાલમાં જ કોફી વિથ કરણમાં દીકરી સારા સાથે પહોંચેલા સૈફે નાનકડા તૈમૂરને લઈને એક રસપ્રદ વાતનો ખુલાસો કર્યો છે. સૈફે જણાવ્યું કે તૈમૂરની એક તસવીરની કિંમત 1500 રૂપિયા છે, જે બોલિવૂડના કોઈ સુપરસ્ટારની તસવીરોથી મળતી કિંમત કરતા પણ વધારે છે.
સૈફે કર્યો કિંમત અંગેનો ખુલાસો

આટલું જ નહીં સૈફે એમ પણ જણાવ્યું કે મોંઘી વેચાતી તસવીરોની લિસ્ટમાં જ્યાં એક તરફ તેનો દીકરો ટોપ પર છે, તો તે સૌથી છેલ્લે છે. સૈફે કહ્યું તેને તેના સસરા રણધીર કપૂરે તૈમૂરના ફોટોની હાઈરેટ વિશે જાણકારી આપી હતી, જેને સાંભળીને તે પોતે પણ દંગ રહી ગયો હતો.
તૈમૂરને એડમાં કાસ્ટ કરવા તૈયાર સૈફ

હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સૈફે મજાક-મજાકમાં તૈમૂર દ્વારા પૈસા કમાવાની વાત કહી હતી. સૈફે કહ્યું હતું કે જો તેની પાસે કોઈ નેપીની એડ હશે તો તે તૈમૂરને કાસ્ટ કરી શકે છે.
No comments:
New comments are not allowed.