Latest

Sunday, November 18, 2018

દેશમાં ચાલી રહેલા શૈક્ષણિક કૌભાંડોની ઝલક દેખાડશે ઈમરાન હાશમી

ફિલ્મ Cheat Indiaમાં જોવા મળશે ઈમરાન હાશમી


અભિનેતા ઈમરાન હાશમી બોલિવૂડ ફિલ્મ Cheat Indiaમાં જોવા મળશે કે જેમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તેની ઝલક દેખાડવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર આજે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈમરાન હાશમી રાકેશ સિંઘ નામના એક વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે કે જે એકદમ આજ્ઞાકારી જણાઈ રહ્યો છે.

શૈક્ષણિક કૌભાંડોની ઝલક દેખાડશે ઈમરાન હાશમી


આ ફિલ્મમાં દેશની શિક્ષણ વ્યવસ્થામાં જોવા મળતા વિવિધ મુદ્દાઓ જેવા કે ડોનેશનથી લઈને આરક્ષણ માટેની ભલામણથી લઈને અત્યારના વિદ્યાર્થીઓ શિક્ષણ વ્યવસ્થાને લઈને કેવા પ્રકારના પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે તે જોવા મળશે.

ટીઝરમાં ઈમરાન હાશમી ફિલ્મમાં આજ્ઞાકારી જણાઈ રહ્યો છે


ઈમરાન હાશમીની આ ફિલ્મ ચીટ ઈન્ડિયા વર્ષ 2019માં રિલીઝ થશે. ઈમરાન હાશમી અગાઉ બાદશાહો નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે ચીટ ઈન્ડિયા નામની ફિલ્મમાં ઈમરાન હાશમી દર્શકોને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કેવા-કેવા કૌભાંડો ચાલી રહ્યા છે તેની ઝાંખી દેખાડશે.

No comments:

Pages