Latest

Friday, November 30, 2018

જુઓ, શેન વોર્નના અંદાજમાં બોલ ફેંક્યો અને પૃથ્વી થયો ક્લીન બોલ્ડ

ડેનિયલ ફેલિન્સે સ્પિનર શેન વોર્નની યાદ અપાવી


ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI અને ઈન્ડિયન્સની વચ્ચે રમાઈ રહેલ અભ્યાસ મેચના બીજા દિવસે યુવા લેગ સ્પિનર ડેનિયલ ફેલિન્સે ત્યારે શેન વોર્નની યાદ અપાવી દીધી કે જ્યારે તેણે જબરદસ્ત પ્લેયર પૃથ્વી સાવને ક્લિન બોલ્ડ કરી દીધો. 11 ચોગ્ગા ફટકારીને રમી રહેલા પૃથ્વીને શેન વોર્નના અંદાજમાં એવો બોલ ફેંક્યો કે પૃથ્વી કંઈ સમજે તે પહેલાં જ આઉટ થઈ ગયો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જુઓ, પૃથ્વી કંઈ સમજે તે પહેલાં જ થયો ક્લિન બોલ્ડ


ઓસ્ટ્રેલિયન આ પ્લેયરના બોલ પર પૃથ્વી સ્વીપ શોટ રમવા માગતો હતો પણ તે આ બોલ સંપૂર્ણ રીતે ચૂકી ગયો અને પિચ પર લગભગ પડતા-પડતા રહી ગયો. આ બોલ સીધો જ તેના પગની બાજુમાં થઈને સ્ટમ્પ પર અથડાયો. પૃથ્વી સાવને 66 રનના ટીમ સ્કોર પર પેવેલિયન પરત ફરવું પડ્યું. આ વીડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના ઓફિશિયલ ટ્વિટર પર શેર કર્યો છે.

જાણો મેચના બીજા દિવસે કોણે કેટલો સ્કોર કર્યો


સિડનીમાં રમાઈ રહેલ આ અભ્યાસ મેચ તેના પ્રથમ દિવસે વરસાદના કારણે તે રદ થઈ હતી. બીજા દિવસે 5 ભારતીય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. પૃથ્વી સાવ સિવાય પૂજારાએ 54, વિરાટ કોહલીએ 64, હુનના બિહારીએ 53, રહાણેએ 56 રન કર્યા. આ મેચમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XIએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી.

No comments:

Pages