Latest

Thursday, November 29, 2018

ખેડાઃ આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલા, અંગતપળોની તસવીરો વાઈરલ થઈ

આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલા


માતા-પિતા બાદ બાળકના ઘડતરમાં ફાળો આપનારી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ શિક્ષકને કહેવાય છે. પરંતુ જ્યારે બાળકને જીવન ઘડતરના પાઠ શીખવાડનાર શિક્ષક જ ખોટા રસ્તે હોય ત્યારે બાળકોનું શું થાય. આવો જ શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો ખેડા હાલમાં સામે આવ્યો છે. જેમાં આચાર્ય અને શિક્ષિકાના નગ્ન ફોટો વાઈરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયા ફોટો


ખેડા જિલ્લાના કપડવંજમાં ચર્ચા જગાવનારા હાઈસ્કુલના આચાર્ય અને પ્રાથમિક શાળાની શિક્ષિકાનું પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે. એક સ્થાનિક વેબસાઈટની જાણકારી મુજબ આ બંને લોકો અંગત પળો માણવા માટે એક હોટલમાં ગયા હતા. જ્યાં અંગતપળોની યાદગીરી માટે આચાર્યએ ફોટો ક્લિક કર્યા હતા. બાદમાં શિક્ષિકાએ તે ફોટો માગ્યા હતા. પરંતુ દારૂના નશામાં ચૂર આચાર્યએ ભૂલથી તે ફોટોને અન્ય કોઈ ગ્રુપમાં મોકલી દેતા તેમના કામલીલા સામે આવી હતી. આચાર્યએ ગ્રુપમાંથી ડિલીટ પણ કર્યા ત્યાં સુધીમાં ઘણુ મોડું થઈ ચૂક્યું હતું.

ફોટો વાઈરલ થતા બંને રજા પર ઉતર્યા


પાછલા બે દિવસોથી વોટ્સએપ ગ્રુપમાં બંને આચાર્ય અને શિક્ષિકાના ફોટો વાઈરલ થવાના કારણે તેઓ રજા પર ઉતરી ગયા છે. બીજી તરફ આચાર્ય અને શિક્ષિકાને શોધીને તેમની વિરુધ્ધ પગલા ભરવાની માગણી ઉઠી છે. ઉપરાંત વાઇરલ થયેલા ફોટા જે હોટેલના રૂમમાં પાડયા હતા, તે હોટેલની તપાસ શરુ થઈ ગઈ છે.

શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ


આ સમગ્ર મામલે વાત કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને શિક્ષિકાના નામ કે શાળાનું નામ ખબર નથી. એટલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ કરીને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.


No comments:

Pages