જલદી જ પ્રિયંકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થશે

હવે પ્રિયંકા ચોપરાના ફેન પ્રિયંકાના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, પ્રિયંકાના લગ્ન જેની સાથે થવાના છે તે નિક જોનસ પણ ભારત આવી ગયો છે. અને માત્ર થોડા જ દિવસોમાં એટલે કે 29 નવેમ્બરથી તો તેમના લગ્નનું પ્રી વેડિંગ સેલિબ્રેશન પણ શરૂ થઈ જશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પ્રિયંકા તેના લગ્નમાં કંઈક આ રીતે એન્ટ્રી મારશે

બી-ટાઉનના ન્યૂઝ દ્વારા એવી વાત જાણવા મળી રહી છે કે પ્રિયંકા ચોપરા તેના લગ્નના દિવસે પહેલાં તો ઉદયપુર જશે, ત્યાંથી તે હેલિકોપ્ટરમાં બેસીને જોધપુરના ઉમ્મેદ ભવનમાં ઉતરશે. ત્યાં એક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે તારીખ 29 નવેમ્બર અને 3 ડિસેમ્બર માટે પણ એક હેલિકોપ્ટર બૂક કરાવવામાં આવ્યું છે.
લગ્ન બાદ 2 રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે

સમાચાર અનુસાર 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા-નિક હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે અને ત્યારબાદ 3 ડિસેમ્બરના રોજ તેઓ બંને ખ્રિસ્તી વિધિ પ્રમાણે પણ લગ્ન કરશે. આ સાથે જ તેઓ કુલ 2 રિસેપ્શન પાર્ટી આપશે.
No comments:
New comments are not allowed.