Latest

Sunday, November 25, 2018

પગરખાંના બોક્સમાં કેમ જોવા મળે છે આ નાનકડું પેકેટ, જાણો

મોટાભાગે જૂતાંના બોક્સમાં જોવા મળે છે આ નાની બેગ

પગરખાંના બોક્સમાં આપણને આ પ્રકારનું નાનકડું પેકેટ જોવા મળતું હોય છે, પણ આપણે તેની અવગણના કરીને તેને ફેંકી દેતા હોઈએ છીએ. જૂતાના બોક્સમાં જોવા મળતા આ નાનકડા પેકેટને અડતા જ એવું લાગે છે કે જાણે કે તેમાં મીઠું ભરેલું હોય. પણ, આ નાનકડું પેકેટ જૂતાના બોક્સમાં કંપની તરફથી આપવામાં આવે છે અને તેની પાછળ ચોક્કસ કારણ રહેલું છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આ સિલિકા જેલ ભેજને શોષવાનું કામ કરે છે

જૂતાના બોક્સમાં જોવા મળતા આ નાનકડા પેકેટને સિલિકા જેલ કહેવામાં આવે છે. આ સિલિકા જેલ ભેજને શોષવાનું કામ કરે છે. આપણે આ પેકેટને બોક્સમાંથી જૂતા કાઢ્યા બાદ ફેંકી દઈએ છીએ પણ હવે આ પેકેટ ફેંકતા નહીં કારણકે તેનો તમે કંઈક આ રીતે પણ વિશેષ ઉપયોગ કરી શકો છો. તો જાણો આ સિલિકા જેલના વિશેષ ઉપયોગો.

પલળી ગયેલો મોબાઈલ આ પેકેટથી સૂકાઈ જશે

જો તમારો મોબાઈલ ફોન પાણીમાં પડી જાય અથવા તો વરસાદમાં પલળી જાય તો સૌપ્રથમ તેની બેટરી કાઢી નાખો અને ત્યારબાદ મોબાઈલને કોરા કપડાંથી સાફ કરીને એક પ્લાસ્ટિકની કોથળીમાં સિલિકા જેલના 2-3 પાઉચની સાથે બંધ કરી દો, તમારે મોબાઈલ પહેલાં જેવો જ થઈ જશે.

ઘરના ખાદ્યપદાર્થો પણ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે

ઘરના ખાદ્યપદાર્થો જેવા કે કાજુ, બદામ, દાળ, ચણા વગેરે ચીજવસ્તુઓને સૂકી રાખવા માટે અને તેને વધુ દિવસો સુધી ફ્રેશ રાખવા માટે આ સિલિકા જેલનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ નાના ડબ્બામાં સિલિકા જેલના આ નાની બેગ મૂકી દો પછી જુઓ કે તમારા ઘરના ખાદ્યપદાર્થો કેવા ફ્રેશ રહે છે.

ફોટોના આલબમ પણ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય

જો તમારા ઘરમાં જૂના ફોટોગ્રાફ્સ પડ્યા હોય અને લાંબા સમયસુધી પડ્યા-પડ્યા ખરાબ થઈ ગયા હોય અથવા એકબીજા સાથે ચોંટી ગયા હોય ત્યારે તેને વ્યવસ્થિત કરવા માટે ફોટો આલ્બમમાં 2-4 સિલિકા જેલના પાઉચ મૂકી દો, આ ફોટોગ્રાફ્સ ક્યારેય બગડશે નહીં. માટે હવે ક્યારેય આ સિલિકા જેલ ફેંકશો નહીં અને વધુમાં વધુ તેને એકઠી કરવાના પ્રયત્નો કરજો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zp6eSC

No comments:

Post a Comment

Pages