Latest

Sunday, November 18, 2018

કાર લેવાનો વિચાર હોય તો આ મોડેલ પર છે આકર્ષક ઓફર

આ મોડેલ પર સારી ઓફર્સ

જો ડીસેમ્બર સુધીમાં ગાડી લેવાનો વિચાર હોય તો કારના આ મોડેલ બેસ્ટ માઈલેજ સાથે સારી ઓફર્સ પણ આપી રહ્યા છે. એક તરફ ફ્યુલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે એવામાં બેસ્ટ માઈલેજ ધરાવતી કાર કંપનીઓ આકર્ષક ઓફર આપી રહી છે એટલે ગ્રાહકને સીધો ફાયદો થશે. કાર કંપનીઓની આ ઓફર્સ નવેમ્બર સુધી છે જ્યારે ડિસેમ્બરમાં ક્રિસમસ ઓફર પણ આવે એવી શક્યતા છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

મારુતી અલ્ટો 800

 

માઈલેજ-24.7 kmpl
માઈલેજ- (CNG): 32.44 km/kg
કિંમત- 2.54 – 3.81 લાખ આસપાસ

નાના શહેરોમાં સૌથી વધું પસંગી ધરાવતી કારમાં અલ્ટો પ્રથમ ક્રમે છે. મર્યાદિત બજેટમાં લોકોને પરવડે એવી હોવાથી આ કાર કાયમ ડિમાન્ડમાં રહે છે. માઈલેજને ધ્યાને લઈને આ એક પૈસા વસુલકાર છે. જે પેટ્રોલમાં પ્રતિલીટર 24 કિમી માઈલેજ આપે છે. જ્યારે સીએજીમાં તે 33.44 કિમી પ્રતિકિલો માઈલેજ આપે છે. આ કાર પર એક્સચેન્જ બોનસ પણ મળી રહેશે.

મારુતી બલેનો

 

માઈલેજઃ 27.39 કિમી/લીટર
કિંમતઃ 6.45થી શરૂ

માઈલેજને ધ્યાને લઈને ચોથા ક્રમે મારુતી બલેનોનો નંબર આવે છે, મારુતી કંપનીની આ કાર પણ સતત ડિમાન્ડમાં રહે છે. કંપની અનુસાર કારની માઈલેજ 27.39 કિમી/લીટર છે. આ કારમાં એ જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એન્જિન સ્વિફ્ટ કારમાં છે. આ કાર પર 15 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ મળી રહે છે.

હોન્ડા અમેઝ

માઈલેજઃ 27.4 kmpl
કિંમતઃ 6.35 લાખથી શરૂ (ડિસ્કાઉન્ટ મળી રહે)

જાપાની બ્રાંડની આ કાર હોન્ડા અમેઝ આ વર્ષે ખૂબ હિટ ગાડી સાબિત થઈ છે. ખાસ કરીને મહાનગરોમાં આ કાર પર મોટા ભાગના લોકોએ પસંદગી ઊતારી છે. આ કારમાં અને ખૂબીઓ છે, સારી એવી સ્પેસ છે. આ ઉપરાંત ડીઝલ એન્જિનની માઈલેજ સૌથી મોટો પોઈન્ટ છે. કંપની ઘણી બધી બાબતોમાં ગેરેન્ટી આપે છે.

હોન્ડા જાઝ

માઈલેજઃ 27.3 કિમી/લીટર
કિંમતઃ 8.25 લાખથી શરૂ

હોન્ડા કંપનીએ એક સખત મહેનત બાદ આ કાર ભારતમાં લૉંચ કરી છે. ઘણા બધા સુધારા બાદ આ બીજું મોડલ લૉંચ કરવામાં આવ્યું છે. સારી માઈલેજ આપતી ગાડીઓના લીસ્ટામાં આ કારનું નામ પ્રથમ ક્રમે આવે છે. ખરીદી પર 25000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

મારૂતી સીએઝ

માઈલેજઃ 28.9 કિમી/લીટર
કિંમતઃ 9.2 લાખ (ડિસ્કાઉન્ટ મળી રહેશે)

મારુતી કંપનીની આ મીડ સાઈઝ કાર માઈલેજને ધ્યાને લઈને સૌથી શ્રેષ્ઠ ગાડી છે. કંપનીએ દાવો કર્યો હતો કે, 28.9 કિમી/લીટરની માઈલેજ આપી રહી છે. ભારતની સૌથી વધું વેંચાતી ગાડીઓમાંથી મારુતી સીએઝ એ પૈકીની એક છે. 15 હજાર સુધીનું એક્સચેન્જ બોનસ મળી શકે છે.



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2Bdx4ye

No comments:

Post a Comment

Pages