Latest

Sunday, November 18, 2018

રેલવે સ્ટેશનના નામ કેમ પીળા રંગના બોર્ડ પર જ લખવામાં આવે છે?

રેલવે સ્ટેશનના નામ પીળા રંગના સાઈનબોર્ડ પર કેમ જોવા મળે છે

તમે કદાચ રેલવે સ્ટેશન પર જોયું હશે કે રેલવે સ્ટેશનના નામ હંમેશાં પીળા રંગના સાઈનબોર્ડ પર જ લખેલા હોય છે. પણ, શું તમે જાણો છો કે માત્ર પીળા રંગના બોર્ડ પર જ કેમ રેલવે સ્ટેશનના નામ લખેલા હોય છે અને અન્ય રંગના બોર્ડ પર કેમ નહીં? તો ચાલો અમે તમને જણાવીશું આ પીળા રંગના સાઈનબોર્ડ પાછળનું કારણ.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આ કારણે પીળા રંગમાં જોવા મળે છે રેલવે સ્ટેશનોના નામ

પીળો રંગ સૂર્યની ચમકદાર રોશની પર આધારિત છે. પીળા રંગનું સીધું કનેક્શન ખુશી, બુધ્ધિ અને ઊર્જાની સાથે જોડાયેલું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પીળા રંગનું બેકગ્રાઉન્ડ અન્ય રંગોના મુકાબલે વધુ સારી રીતે કાર્ય કરે છે.

પીળા રંગના બોર્ડ પર કાળા રંગનું લખાણ વધુ પ્રભાવશાળી

પીળા રંગના બોર્ડ અથવા બેકગ્રાઉન્ડ પર કાળા રંગનું લખાણ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે કે જે ખૂબ દૂરથી પણ સાફ રીતે દેખાઈ આવે છે. આ સિવાય વાસ્તુશિલ્પ અને મનોવૈજ્ઞાનિકોનું તારણ ધ્યાનમાં રાખતા પણ એવું જાણવા મળે છે કે પીળા રંગના સાઈનબોર્ડ રાખવા વધુ યોગ્ય છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2qPnc80

No comments:

Post a Comment

Pages