Latest

Thursday, November 15, 2018

દીપિકા-રણવીરના લગ્નમાં મહેમાનોને પીરસાયું સાઉથ ઈન્ડિયન ફૂડ, આવું હતું મેન્યુ

દીપિકા-રણવીરના લગ્નમાં સાઉથ ઈન્ડિયન ફૂડ

મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ઈટાલીના લેક કોમોમાં કોંકણી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. હવે બંને ઓફિશિયલી હસબન્ડ અને વાઈફ બની ગયા. તેમના લગ્નને લઈને ફેન્સ વીડિયો અને ફોટોની રાહ જોઈ રહ્યા છે. લોકો તેમના લગ્નને લઈને દરેક અપડેટ્સ જાણવા ઈચ્છે છે. જોકે 14 નવેમ્બરે તેમની કેટલીક તસવીરો લીક થઈ ચૂકી છે. અહીં અમે તમને દીપવીરના વેડિંગની અંદરના અપડેટ્સ જણાવી રહ્યા છીએ.

આવું હતું ફૂડ મેન્યુ

આ લગ્નમાં મહેમાનોને ખાસ ફૂડ પીરસાયું હતું. દીપિકા સાઉન ઈન્ડિયન છે. આથી તેના લગ્નમાં મહેમાનોના સ્વાગત માટે સાઉથ ઈન્ડીયન ફૂડ ખાસ તૈયાર કરાયું હતું. દીપિકા મેંગલુરુથી હોવાના કારણે સાઉથ ઈન્ડીયન ફૂડ તૈયાર કરવા ખાસ કર્ણાટકથી શેફ બોલાવાય હતા. મેન્યૂમાં પુરણ પોળી, રસમ જેવા વ્યંજનો હતા.

બેંગ્લોરથી મગાવાઈ હતી ફિલ્ટર કોફી

મહેમાનોને ફૂડ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર કેળાના પાદંડામાં પીરસાયું હતું. તેમાં ભોજન પીરસનારો સ્ટાફ ઈટાલિયન હતો, પણ તે સાઉથ ઈન્ડિયન વેશભૂષામાં હતા. ખાસ વાત એ છે કે તેમને બોલવાથી લઈને ફૂડ પીરસવા માટે ભારતીય કળાની ટ્રેનિંગ અપાઈ હતી. જેથી ઈન્ડિયન પરફેક્શન આવી શકે. મહેમાનોના વેલકમ ડ્રિંક માટે દક્ષિણ ભારતીય ફિલ્ટર કોફી રાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્ટર કોફી દીપિકાને ખૂબ જ પસંદ છે. આ કારણે જ લગ્નના વેન્યુ પર મહેમાનોના વેલકમ ડ્રિંક માટે આ રાખવામાં આવી હતી. જે બેંગ્લોરથી મંગાવાઈ હતી.

આવુું બ્યૂટીફૂલ છે લગ્નનું વેન્યુ

બુધવારે લગ્ન બાદ દીપિકા અને રણવીરના લગ્નના ઘણા ઓછા ફોટો સામે આવ્યા છે. આવેલી તસવીરોમાં દીપવીર અને મહેમાનો સુંદર જગ્યા પર જોવા મળ્યા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં વિલાની ચારેયા બાજુ પાણી અને વેન્યુ ગ્રીનરીથી છવાયેલી જોવા મળે છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2Tbg8Qd

No comments:

Post a Comment

Pages