આ ખેલાડી સાથે સેલ્ફી પાડી

મેલબોર્નઃ શનિવારે કેપ્ટન કોહોલની ક્રિકેટ સેના ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ ત્રણ ટી-20, ચાર ટેસ્ટમેચ અને ત્રણ વનડે મેચ રમશે. ભારતીય ટીમની ટક્કર ટી-20થી શરૂ થશે અને પ્રથમ મેચ બ્રિસબેનમાં શરૂ થશે. ત્યાર બાદ ટેસ્ટ સીરિઝ શરૂ થશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પહોંચીને ભારતીય ખેલાડી રૂષભ પંત સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.
અમારા ન્યૂઝ whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
વિરાટ કહોલીએ લખ્યો આ મેસેજ
Back to Australia. Looking forward to the next few weeks with this champion @RishabPant777
pic.twitter.com/Ikd8La5CUb
— Virat Kohli (@imVkohli) November 17, 2018
સેફ્લી સાથે વિરાટે પોસ્ટ કરેલા ફોટા પર લખ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા આવીને સારું લાગ્યું છે. હવે થોડા દિવસો આ ચેમ્પિયન સાથે રમવાની તક મળશે, હવે તેની સાથે રમવા માટે આતુર છું. છેલ્લા કેટલાક સમયથી કોહલી નવા યુવા ક્રિકેટર સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ફાસ્ટ બોલર ખલીલ અહેમદ અને પૃથ્વી શો સાથે પણ ફોટો પડાવ્યો હતો
પૃથ્વી શોને આપ્યું હતું પ્રોત્સાહન

વિરાટ કોહલીએ રૂષભ પંતને ચેમ્પિયન કહ્યો હતો. જોકે, રૂષભ સારો બેટ્સમેન છે અને મેચમાં તેનું પર્ફોમન્સ પણ સારું રહ્યું હતું. જોકે, કોહલી નવા અને યવા ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરે છે. આ પહેલા પૃથ્વી શો સાથે મેચ રમીને તેને પણ પ્રોત્સાહન આપ્યું હતું
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2zeSh9I

No comments:
Post a Comment