Latest

Monday, November 12, 2018

અહીં ભયના ઓથાર હેઠળ જીવતાં બાળકો સ્કૂલે જતાં સાથે રાખે છે તીરકામઠા

બાળકો તીરકામઠા લઈ સ્કૂલે જાય છે

તમારા બાળકો સ્કૂલે જતી વખતે દફતર અને પાણીની બોટલ સાથે લઈને જતા હશે ને? પરંતુ ઝારખંડના ચાકુલિયાના પોછપાની ગામના બાળકો દફતર અને પાણી સાથે તીરકામઠું પણ લઈને જાય છે. એવું કેમ? હકીકતે મામલો ગંભીર છે. આ માસૂમો પોતાના જીવનું રક્ષણ કરવા માટે તીરકામઠાં સાથે રાખે છે. નક્સલિઓથી બચવા માટે તીરકામઠા લઈને જાય છે.

અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

જંગલની વચ્ચેથી પસાર થાય છે સ્કૂલનો રસ્તો

પોછપાની ગામના બાળકોની સ્કૂલ જંગલની બીજી બાજુ છે. એટલે તેમણે સ્કૂલે પહોંચવા માટે જંગલમાં થઈને પસાર થવું પડે છે. રિપોર્ટ પ્રમાણે, જંગલ નક્સલીઓના તાબા હેઠળ છે. માટે બાળકોને સુરક્ષા માટે તીરકામઠા સાથે રાખવા પડે છે. જરા પણ અવાજ ન થાય તે માટે બાળકો બિલ્લી પગલે ત્યાંથી પસાર થઈ જાય છે.

ભય હેઠળ ભણવા મજબૂર

મીડિયા રિપોર્ટ પ્રમાણે, નક્સલ પ્રભાવિત આ વિસ્તારમાં બાળકો ભણવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. ગામ લોકોનું કહેવું છે કે, બાળકોને ભણવા માટે જંગલ પાર કરવું પડે છે અને ઘણી ભયભીત કરતી ઘટનાઓ ઘટી ચૂકી છે. એટલે સાવધાની રાખવી જરૂરી છે. તો નક્સલીઓના ડરના કારણે કેટલાક મા-બાપે પોતાના બાળકોનું ભણતર છોડાવી દીધું છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2FfeMAI

No comments:

Post a Comment

Pages