Latest

Sunday, November 18, 2018

વરુણ ધવન તેના જીવનનો સૌથી મુશ્કેલ સીન શૂટ કરવાની તૈયારીમાં વ્યસ્ત

વરુણ ધવન તેના વર્કઆઉટમાં વ્યસ્ત

બોલિવૂડ અભિનેતા વરુણ ધવન દિવાળી બાદ તેના વર્કઆઉટમાં પહેલા કરતા વધારે વ્યસ્ત થઈ ગયો છે. વરુણ ધવન આજકાલ તેની આગામી ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. અને આ ફિલ્મ માટે વરુણ ધવન કંઈક આ રીતે તેનું બોડી બનાવી રહ્યો છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

જીમમાં ભરપૂર પ્રેક્ટિસ કરી રહ્યો છે વરુણ ધવન

આ ઉપરોક્ત વીડિયોમાં વરુણ ધવન તેના જીવનનો સૌથી મુશ્કેલ સીન શૂટ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. જ્યાં વરુણ ધવનના જીમ ટ્રેનર તેને ભરપૂર જીમની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. આ વીડિયોમાં વરુણ ધવન જીમની વિવિધ પ્રકારની કસરતો કરીને તેના બોડીને આકાર આપવાના પ્રયત્નો કરતો જોવા મળી રહ્યો છે.

વરુણ ધવને તેની આગામી ફિલ્મ કલંક માટેની તૈયારીમાં વ્યસ્ત

વરુણ ધવનની આગામી ફિલ્મ કલંકમાં તેની સાથે સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, કૃણાલ ખેમુ અને સંજય દત્ત જોવા મળશે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફિલ્મ કલંક વર્ષ 2019માં રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2RY5Np9

No comments:

Post a Comment

Pages