Latest

Friday, November 16, 2018

DeepVeer: સામે આવ્યા નવદંપતિના ફોટોગ્રાફ્સ, જુઓ..

કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે કર્યા લગ્ન


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. લાંબા સમયથી રાહ જોયા બાદ આખરે તેમના લગ્નની ઓફિશિયલ ફોટોગ્રાફ સામે આવી ગયા છે. દીપિકા અને રણવીરે ઈટાલીમાં 14 નવેમ્બરે કોંકણી રીત-રિવાજથી ત્યાર બાદ 15 નવેમ્બરે સિંધી રિવાજ સાથે લગ્ન કર્યાં.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

અનેક ફોટોગ્રાફ અને વીડિયો વાઈરલ


લગ્નના કેટલાક ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. દીપિકા અને રણવીરના ફેન્સ આ નવદંપતિના લગ્નના ફોટો જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ જુઓ દીપિકા-રણવીરના લગ્નના વીડિયોઝ

રણવીરે ટ્વિટ કરીને શેર કર્યા ફોટોગ્રાફ્સ


આખરે દીપવીરનો ઓફિશિયલ ફોટોગ્રાફ સામે આવી ગયો છે. રણવીર સિંહે ટ્વિટર એકાઉન્ટ પર પોતાના લગ્નના પહેલા ફોટોગ્રાફ શેર કર્યા છે. જેમાં તે બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. રણવીરે કોંકણી અને સિંધી બંને લગ્નના ફોટોગ્રાફ શેર કર્યા છે.
આ પણ વાંચોઃ કેવું રહેશે રણવીર-દીપિકાનું લગ્નજીવન? જાણો શું કહે છે તેમના ગ્રહ

દીપિકાએ પણ ફોટોગ્રાફ શેર કર્યા


રણવીરે જે ફોટોગ્રાફ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યા તે જ ફોટોગાફ દીપિકાએ પણ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યા છે.
આ પણ વાંચોઃ દીપિકા-રણવીરના લગ્ન પર કોન્ડમ કંપનીએ આપી અનોખી શુભેચ્છા

આવી રિંગ પહેરી હતી દીપિકાએ.


લગ્ન દરમિયાન દીપિકાના હાથમાં રિંગ જોવા મળી હતી. ડાયમંડ પ્લેટેડ આ રિંગની ડિઝાઈન દીપિકાના લૂકને વધારે રોયલ બનાવી રહી હતી.

No comments:

Pages