Latest

Tuesday, November 6, 2018

કર્ણાટકમાં કોંગ્રેસ-JDSએ પેટા ચૂંટણીમાં 5માંથી 4 બેઠકો જીતી, ભાજપ પાછળ

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને દેખાડી તાકાત

કર્ણાટકમાં 3 લોકસભા અને 2 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ-જેડીએસએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બેલ્લારી અને જામખંડીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે જ્યારે માંડ્યા લોકસભા અને રામનગરમાં જેડીએસએ પોતાના જાદુ દેખાડ્યો. બીજેપી માત્ર શિમોગા બેઠક પર આગળ ચાલી રહી છે.

શનિવારે યોજાઈ હતી 5 બેઠકો માટે પેટાચૂંટણી

કર્ણાટકની પેટા ચૂંટણીમાં આ પાંચ બેઠકો પર શનિવારે 67 ટકા મતદાન થયું હતું. 31 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી બીજેપીના પાંચ, કોંગ્રેસના 3, જેડીએના 2 અને 21 અપક્ષ ઉમેદવારો છે. કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન અને બીજેપી માટે આ પેટાચૂંટણી ખુબ જ મહત્વની છે.

મુખ્યમંત્રી કુમારસ્વામીના પત્નીને મળી જીત

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી જેડીએસ ઉમેદવાર તરીકે રામનગર બેઠક પર જીત મેળવી છે. જ્યારે શિમોગા સીટથી પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્ર યેદિયુરપ્પા બીજેપી ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. મતગણતરી હાલમાં ચાલી રહી છે અને ભાજપ આગળ હોવાનું સામે આવી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભારે ડ્રામા સર્જાયો હતો

વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને તોડવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા. કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા વિશ્વાસનો મત મેળવવા માટે ભારે સસ્પેન્સ સર્જાયો હતો. અંતે જેડીએસે કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2F6bQGP

No comments:

Post a Comment

Pages