Latest

Thursday, November 29, 2018

Jio Celebration Offer અંતર્ગત ગ્રાહકોને ફ્રી મળી રહ્યો છે 8GB ડેટા

Jio સેલિબ્રેશન ઓફર


રિલાયન્સ Jio લોન્ચ થયા બાદ ગ્રાહકોને ભરપૂર ડેટા મળી રહ્યો છે. શરૂઆતના મહિનાઓમાં ગ્રાહકોને ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા આપનાર જિયો સમયાંતરે યૂઝર્સને ફ્રી ડેટાની ભેટ આપતું રહે છે. હવે કંપની જિયો સેલિબ્રેશન ઓફર હેઠળ યૂઝર્સને 8GB હાઈસ્પીડ ડેટા આપી રહી છે. ડેટા પ્રતિદિન 2GBના હિસાબથી આપવામાં આવી રહ્યો છે. એટલે કે 4 દિવસ સુધી ફ્રી ડેટા મળશે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

દરેક ગ્રાહકને જુદી-જુદી તારીખે મળશે ઓફરનો લાભ


કંપનીની સેલિબ્રેશન ઓફર એક્ટિવ થવાની તારીખ દરેક ગ્રાહક માટે અલગ અલગ છે. ગ્રાહકોએ આના માટે કોઈ મહેનત નહીં કરવી પડે ઓફર જાતે જ એક્ટિવ થઈ જશે. જો તમે જિયો યૂઝર હો તો My Jio એપના પ્લાન સેક્શનમાં જઈને આ ઓફર વિશે જાણી શકો છો. કંપનીએ સપ્ટેમ્બરમાં બે વર્ષ પૂરા થવાની ખુશીમાં જિયો સેલિબ્રેશન પેક લોન્ચ કર્યું હતું. જેમાં ગ્રાહકોને 16GB ડેટા ફ્રી આપવામાં આવતો હતો. ડેટા દરરોજ 2GBના હિસાબથી મળતો હતો.

ઓફર અંતર્ગત આ રીતે ચકાસો ડેટા બેલેન્સ


– સૌપ્રથમ ફોનમાં My Jio એપ ઓપન કરો.
– અહીં પ્લાનના ઓપ્શન પર ક્લિક કરો.
– પ્લાન ક્લિક કર્યા બાદ તમને વર્તમાન પ્લાન અને જિયો સેલિબ્રેશન ઓફરની જાણકારી મળશે.
– અહીં તમે સેલિબ્રેશન પ્લાન ડેટા બેલેન્સના નીચે પ્લાનની વેલિડિટી પણ જાણી શકશો.


No comments:

Pages