Latest

Friday, November 23, 2018

PAN કાર્ડમાં પિતાનું નામ લખાવવું ફરજિયાત છે? જાણો, શું છે નિયમ

પાન કાર્ડના નિયમમાં કરાયો મહત્વનો ફેરફાર


નવી દિલ્હી: ઈનકમે ટેક્સ વિભાગે પાન કાર્ડના નિયમમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. જે અંતર્ગત હવે, પાન કાર્ડ માટે અરજી કરનારાની માતા સિંગલ મધર હોય તો તેણે પિતાનું નામ જણાવવાનું જરૂરી નથી. ઈનકમ ટેક્સ વિભાગે કહ્યું કે, હવે અરજી ફોર્મમાં એવો વિકલ્પ હશે કે માતા-પિતા અલગ રહેતા હોવાની સ્થિતિમાં અરજીકર્તા માનું નામ આપી શકે છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

ક્યારથી લાગુ પડશે નવો નિયમ?


અત્યાર સુધી પાન કાર્ડ માટેના અરજી ફોર્મમાં પિતાનું નામ જણાવવું ફરજિયાત હતું. નવો નિયમ પાંચ ડિસેમ્બરથી લાગુ થશે. નાંગિયા એડવાઈઝર્સ એલએલપીના ભાગીદાર સૂરજ નાંગિયાએ કહ્યું કે, આ નોટિફિકેશન દ્વારા આવકવેરા વિભાગે એ લોકોની ચિંતા દૂર કરી દીધી છે, જેમાં ‘માતા-પિતા’માં એકલી માનું જ નામ છે. એાવમાં તે વ્યક્તિ પાન કાર્ડ પર માત્ર માનું જ નામ ઈચ્છે છે, અલગ થઈ ચૂકેલા પિતાનું નહીં.

હવે, આવી સંસ્થાઓએ પણ કઢાવવું પડશે પાન કાર્ડ


આ નોટિફિકેશન દ્વારા એક નાણાંકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુની નાણાંકીય લેવડ-દેવડ કરનારી સંસ્થાઓ માટે પાન કાર્ડ માટે અરજી કરવાનું ફરજિયાત કરી દેવાયું છે. તેના માટે અરજી એસેસમેન્ટ વર્ષ માટે 31મે કે તે પહેલા કરવાની રહેશે.

આવકવેરા વિભાગને નવા ફેરફારોથી મળશે આ મદદ


નાંગિયાએ કહ્યું કે, હવે નિવાસી સંસ્થાઓએ એ સ્થિતિમાં પણ પાન કાર્ડ કઢાવવું પડશે કે જ્યારે કુલ વેચાણ/ટર્નઓવર/ ગ્રોસ રિસિપ્ટ્સ એક નાણાંકીય વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ ન હોય. તેમણે કહ્યું કે, આવકવેરા વિભાગને નાણાંકીય લેવડ-દેવડ પર નજર રાખવામાં, તેના કર આધારને વ્યાપક કરવામાં અને ટેક્સ ચોરી રોકવામાં મદદ મળશે.


No comments:

Pages