દબંગ ગર્લ સાથે થઈ ચીટિંગ

મુંબઈઃ ઓનલાઇન શોપિંગ દરમિયાન અનેક લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આ વખેત છેતરપિંડીનો ભોગ બોલિવુડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ બની છે. હાલમાં જ સોનાક્ષીએ ઓનલાઇન શોપિંગ કર્યું હતું જે માટે તેણે જાણિતા ઓનલાઇન કન્ઝ્યુમર પ્લેટફોર્મ એમેઝોન પરથી Bose કંપનીના 18,000ના હેડફોન ઓર્ડર કર્યા હતા. પરંતુ જ્યારે પાર્સલ આવ્યું ત્યારે હેડફોનની જગ્યાએ તેમાંથી લોખંડનો ટુકડો નીકળો હતો. આ અંગે સોનાક્ષીએ ટ્વિટર પર ફોટો શેર કરીને એમેઝોનને ફરિયાદ કરી હતી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
18000 હજાના હેડફોનની જગ્યાએ લોખંડનો ટુકડો
Hey @amazonIN! Look what i got instead of the @bose headphones i ordered! Properly packed and unopened box, looked legit… but only on the outside. Oh and your customer service doesnt even want to help, thats what makes it even worse. pic.twitter.com/sA1TwRNwGl
— Sonakshi Sinha (@sonakshisinha) December 11, 2018
સોનાક્ષીએ બે ટ્વિટ કર્યા હતા અને લખ્યું કે, ‘હે, એમેઝોન ઇન્ડિયા મે બોસના હેડફોન ઓર્ડર કર્યા હતા. પરંતુ આ જુઓ શું નિકળ્યું. પેકિંગ તો બરાબર છે અને બોક્સ પણ નથી ખુલ્યું પરંતુ આ તો બહારથી જ આવું દેખાય છે. ઓહ, અને તમારી કસ્ટમર સર્વિસ તો આ મામલે મદદ કરવા માટે પણ તૈયાર નથી. જેના કારણે આ ખરાબ અનુભવ વધુ ખરાબ થઈ રહ્યો છે.’
અમેઝોને આપ્યો જવાબ
Uh-oh! This is unacceptable! Apologies for the recent ordering experience and the subsequent correspondence with our support team. Please share your details here: https://t.co/vIE01Lj9nJ, we'll get in touch with you directly. ^JC
— Amazon Help (@AmazonHelp) December 11, 2018
સોનાક્ષીની ફરિયાદને એમેઝોને ગંભીરતાપૂર્વક લીધી હતી અને જવાબ આપ્યો હતો કે ‘આ ખૂબ જ ગંભીર વાત છે. તમે હેડફોન ઓર્ડર કર્યા હતા અને પેકેટમાં લોખંડ નિકળ્યું છે. તમારા આ ખરાબ અનુભવ માટે માફી માગી રહ્યા છીએ અને આ મામલે તમારો સીધો જ સંપર્ક સાધીને જેટલું શક્ય બનશે તેટલું જલ્દી સમાધાન લાવી આપીશું.’ જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી બન્યું. જ્યારે ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડીના ઘણા લોકો શિકાર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે એમેઝોન સોનાક્ષીની મુશ્કેલી હલ કરે છે કે નહીં.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2SKED5C
No comments:
Post a Comment