Latest

Saturday, December 1, 2018

મહિલાને લાગ્યું કે તે પ્રેગ્નેન્ટ છે, ગર્ભાશયમાં હતું 26Kgનું સિસ્ટ

મહિલાના પેટનો આકાર વધવા લાગ્યો

લંડનઃ બ્રિટનમાં એક મહિલાના પેટનો આકાર વધવા લાગ્યો તો તેને લાગ્યું કે તે પ્રેગ્નેન્ટ છે, પરંતુ ડોક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેણે બીજી વખત ચેકઅપ કરાવ્યું ત્યારે ડોક્ટેર ફરી જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ નથી. તેમ છતાં તેનું વજન વધી રહ્યું હતું અને ખબર પડી કે તેના ગર્ભાશયમાં સિસ્ટ છે જેનો આકાર વધી રહ્યો છે. આ સિસ્ટ અંદાજીત ચાર વર્ષમાં 26 કિલોનું થઈ ગયું હતું. સિસ્ટ એટલે કે રસીની ગાંઠ.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ગર્ભાશયમાં હતું 26 કિલોનું સિસ્ટ

વેલ્સમાં રહેતી કિલીને જ્યારે આ વધારે મુશ્કેલી થવા લાગીતો તેણે સર્જરી કરવાનો નિર્ણય કર્યો. તે પોતાના રોજિંદા કાર્યો પણ કરી શકતી નહોતી. જેના કારણે તેને નોકરી પણ છોડવી પડી. કાર પણ ચલાવી શકતી નહોતી. 2014થી વધી રહેલું આ સિસ્ટ ચાર વર્ષમાં 26 કિલો એલે કે 7 નવજાત બાળકના વજન બરાબાર થઈ ગયું હતું.

કરાવ્યું ઓપરેશન

આખરે ગત માર્ચ મહિનામાં તેણે સર્જરી કરાવી જેમાં આ સિસ્ટ નિકાળવામાં આવ્યું. આ સિસ્ટની સર્જરીમાં પાંચ કલાકનો સમય લાગ્યો. સિસ્ટનું વજન 8 વર્ષના બાળક કરતા પણ વધારે હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zzpoW5

No comments:

Post a Comment

Pages