Latest

Wednesday, December 26, 2018

નેશનલ હાઈવે 8 પર ગાડી ડિવાઈડર કૂદી ટ્રકમાં ઘૂસી, 4નાં કરુણ મોત

એક જ પરિવારનાં હતાં મૃતકો

વડોદરા: નેશનલ હાઈવે નંબર 8 પર થયેલા એક ગોઝારા અકસ્માતમાં એક કાર ટ્રકમાં ઘૂસી જતાં એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત થયા છે. આ ઘટના મંગળવારે બપોરે દેના ક્રોસરોડ અને ગોલ્ડન ચોકડી વચ્ચે થઈ હતી. અકસ્માતનો ભોગ બનનારો કમનસીબ પરિવાર પોઈચા મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

ત્રણનું હોસ્પિટલમાં થયું મોત

કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનનારો પરિવાર નડિયાદનો હતો. તેઓ જે કારમાં સવાર હતા તે ડિવાઈડર કૂદીને સામેની સાઈડે આવી રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

ગાડીનાં ફુરચેફુરચા ઉડી ગયાં

ટ્રકના ડ્રાઈવર અનિલ પટેલિયાના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. પોલીસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ મહેશ સોલંકી (ઉં.57 વર્ષ), જ્યોત્સના સોલંકી (ઉં. 47 વર્ષ) અને તેમની બે દીકરીઓ હીના સોલંકી અને જાગૃતિ સોલંકી તરીકે કરી છે.

ચાર લોકો થયા ઘાયલ

આ અકસ્માતમાં ગાડીનો ડ્રાઈવર જયેશ સોલંકી (ઉં. 29 વર્ષ), પ્રિયંકા સોલંકી (ઉં. 25 વર્ષ), સાક્ષી સોલંકી (ઉં. 4 વર્ષ) અને જિયા સોલંકી (ઉં. 2 વર્ષ) ઘાયલ થયા છે. જિયાનો બર્થડે હોવાથી આખો પરિવાર ગાડી લઈને પોઈચા જવા નીકળ્યો હતો. તે સમયે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર ડિવાઈડર કુદીને સામેની સાઈડ પર દોડતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2TbopCC

No comments:

Post a Comment

Pages