બિગ બોસ સિઝન 12નો વિજેતા મળ્યો

બિગ બોસ વિનરની જે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બિગ બોસ સીઝન 12ની ટ્રોફીને વિજેતા મળી ચૂક્યો છે. અત્યાર સુઝી ફેન્સ રાહ જોઈ રહ્યા હતા કે બિગ બોસ કોણ જીતશે. રવિવારે ગ્રાન્ડ ફિનાલેમાં દીપિકા કક્કડને વિનર પસંદ કરાઈ. દીપિકાએ શોમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લીધો હતો અને 15 અઠવાડિયા સફળતાથી વિતાવીને તે વિજેતા બની. ખાસ વાત એ રહી કે વિનરની રેસમાં તેની ટક્કર શોમાં સૌથી વધારે જીતવાનો ચાન્સ રાખનારો શ્રીસંત શોમાં રનર-અપ રહ્યો.
ટોપ 2માં શ્રીસંત અને દીપિકા વચ્ચે ટક્કર

બિગ બોસ ગ્રાન્ડ ફિનાલે ટોપ 5માં દીપિકા કક્કડ, શ્રીસંત, રોમિલ ચૌધરી, દીપક ઠાકુર અને કરનવીર બોહરા પહોંચ્યા હતા. જોકે ફિનાલેની શરૂઆતમાં જ કરણવીર બોહરા એલિમિનેટ થઈ ગયો. આ બાદ રોમિલ ચૌધરી ટોપ 3ની રેસમાંથી બહાર નીકળી ગયો. બિગ બોસ ફિનાલેમાં જબરજસ્ત ટ્વિસ્ટ સાથે બાકી રહેલા ઘરવાળાને ઓફર અપાઈ કે તે જીતની રકમનો એક ભાગ પોતાની સાથે ઘરે લઈ જઈ શકે છે. પરંતુ તેઓ જીતની રેસમાંથી બહાર થઈ જશે. દીપક ઠાકુર આ રકમ લઈને ઘરે જવાનો નિર્ણય કર્યો.
દીપિકા બની વિજેતા

દીપકે બહાર થયા બાદ જીત માટે સીધી ટક્કર ઘરમાં ભાઈ-બહેન એટલે કે દીપિકા કક્કડ અને શ્રીસંત વચ્ચે હતી. રંગારંગ ફિનાલેમાં દીપિકા અને શ્રીસંત વચ્ચે ઘણો સસ્પેન્સ ક્રિએટ કર્યા બાદ સલમાન ખાને દીપિકાની વિજેતા તરીકે જાહેરાત કરી.
શ્રીસંતે દીપિકાની જીત પર આપી આવી પ્રતિક્રિયા

શોમાં શ્રીસંત ઘણીવખત બોલતો આવ્યો છે કે દીપિકા અને કરણવીર કલર્સના એક્ટર્સ છે. એવામાં આ શો જીતવા માટે તેમના ચાન્સ પૂરા છે. આ વાતથી નારાજ થઈને દીપિકા અને શ્રીસંત વચ્ચે ઘણી લડાઈ થઈ. બાદમાં દીપિકા પાસે શ્રીસંતે માફી માગી હતી. પરંતુ ઘરથી બહાર આવ્યા બાદ શ્રીસંત ફરી બોલ્યો. તેનું કહેવું છેકે આ મારી ભવિષ્યવાણી છે, જે સાચી સાબિત થઈ.
શોમાં બંને બન્યા ભાઈ-બહેન

બિગ બોસથી પહેલા દીપિકા સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં સિમરના રૂપમાં જોવા મળી હતી. શો શરૂ થયાના થોડા સમય પહેલા જ દીપિકા અને શોએબ ઈબ્રાહિમના લગ્ન થયા હતા. શોમાં દીપિકા ઘણીવાર શોએબને મિસ કરતી દેખાઈ. શોમાં દીપિકા અને શ્રીસંત વચ્ચે સારું બોન્ડીંગ થઈ ગયું. બંનેનો ભાઈ-બહેનનો સંબંધ ફેન્સને ખૂબ પસંદ આવ્યો. સમગ્ર સીઝનમાં દીપિકા અને શ્રીસંત વચ્ચે ઘણી ઈમોશનલ મોમેન્ટ્સ આવી. છેવટે જીત માટે બંને વચ્ચે ટક્કર ફેન્સ માટે પણ ખૂબ રસપ્રદ રહી.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2EXpSJS
No comments:
Post a Comment