ગોરક્ષકાસન

શરીરને ફિટ રાખવા માટે યોગ અને આસનો કરવાથી ઘણો લાભ થાય છે. ઘણા યોગાસન એવા છે જે દરરોજ કરવાથી શરીર ફિટ રહે છે. ગોરક્ષાસન પણ એવું જ એક આસન છે. નિયમિત આ આસન કરવાથી પેટના અનેક રોગોમાં રાહત મળે છે. ગોરક્ષાસનથી શરીરમાંથી સ્થૂળતા દૂર થાય છે. સાથે જ માંસ પેશીઓને મજબૂતી મળે છે અને પાચનક્રિયા સારી થાય છે.
આસન કરવાની સાચી રીત

આ આસન કરવા માટે શ્વાસ લેતા લેતા બંને ઘૂંટણ વાળો અને બંને એડી એકબીજાને અડાવો. હને શ્વાસ છોડતા છોડતા બંને હાથ જમીન પર રાખો અને શરીરને ઉપર ઉઠાવો. બંને પગના પંજા પર એ પ્રકારે બેસો જેથી શરીરનું વજન એડીની બરાબર વચ્ચે આવે. ફરીથી શ્વાસ ભરો અને બંને હથેળીઓને ઘૂંટણો પર રાખો. છેલ્લે શ્વાસ રોકીને દાઢીને છાતીની પાસે લાવો. થોડા વખત બાદ શ્વાસ છોડીને સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.
કોણે ન કરવું ગોરક્ષાસન

– જે લોકોને ઘૂંટણમાં દુખાવો હોય તેમણે ગોરક્ષાસન ન કરવું.
– જેમને એડીમાં દુખાવો હોય તેમણે પણ ન કરવું.
– આંતરડાના રોગ અને થાઈરોડના કારણે સ્થૂળતા હોય તો આ આસન ન કરવું.
નોંધ- કોઈપણ આસન જાતે કરતાં પહેલા એક્સપર્ટ પાસેથી શીખી લેવું જોઈએ.
No comments:
New comments are not allowed.