લગ્નની આતિશબાજીને લઈને પ્રિયંકાના ફેન્સ થયા નારાજ

બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના શનિવારે કેથોલિક રિવાજ અનુસાર લગ્ન થયા છે અને આજે તેઓ બંને હિન્દુ વિધિ અનુસાર લગ્ન કરશે. કેથોલિક રિવાજ અનુસાર લગ્ન થયા બાદ તેઓના લગ્નના સ્થળ ઉમ્મેદ ભવનમાં ખૂબ જ આતિશબાજી થઈ હતી. આ આતિશબાજીને લઈને પ્રિયંકા ચોપરાના ફેન્સ નારાજ થઈ ગયા છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પ્રિયંકાએ ફટાકડા નહીં ફોડવાની કરી હતી દલીલ
PCbe like "It's applicable only on Diwali not only my wedding"— karthikeyan (@karthikeyan1591) December 2, 2018#PriyankaNickWedding https://t.co/0Vp2ka0GYz
પ્રિયંકા ચોપરાના ફેન્સ તેનાથી એટલા માટે નારાજ છે કારણકે એકસમયે પ્રિયંકા ચોપરાએ પોતે દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા નહીં ફોડવા માટેની દલીલ કરી હતી. જ્યારે હવે પ્રિયંકાના પોતાના લગ્નમાં જ જોરશોરથી આતિશબાજી કરવામાં આવી છે. જેના કારણે પ્રિયંકા હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર કંઈક આ રીતે ટ્રોલ થઈ પ્રિયંકા
Dear @nickjonas this is your wife @priyankachopra see her double standard.— Ekansh Bansal
Is fire work at your wedding ceremony eco-friendly? #PriyankaKiShaadi #PriyankaNickWedding
Shame on #PriyankaChopra pic.twitter.com/s0lTetC5Tv(@ca_ekansh) December 2, 2018
સોશિયલ મીડિયા પર એક ફેન એવું લખી રહ્યો છે કે પ્રિયંકા ચોપરા તમારો આ સંદેશો માત્ર દિવાળીના તહેવાર પૂરતો જ છે કે શું? તમારા લગ્નમાં આ સંદેશો લાગુ કેમ નથી પડતો. જ્યારે અન્ય ટ્રોલર સોશિયલ મીડિયા પર લખી રહ્યો છે રે શું તમે ફટાકડા ફોડીને તમારા લગ્નને ઈકો-ફ્રેન્ડલી કહેવા માગો છો?

(@ca_ekansh)
No comments:
New comments are not allowed.