ટ્વીટર પર ચાલુ છે વીરુની મજેદાર બેટિંગ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વીટર પર પોતાના જ અંદાજમાં ચોગ્ગા-છગ્ગા ફટકારે છે. સેહવાગે બુધવારે ભારતીય ક્રિકેટર શિખર ધવનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તેણે શિખરને ‘ગબ્બર’ કહી તેની મૂંછો પર મજાક કરી. શિખર ધવને બુધવારે પોતાનો 33મો જન્મદિવસ ઉજવ્યો.
આગવી સ્ટાઈલ ધવનને કર્યું વિશ
Moochhe hon toh Nathulal jaisi hon, warna Gabbar jaisi hon. Happy Birthday @SDhawan25 ! Aise hi moochon aur bowlers ko ainthte raho. pic.twitter.com/JIhizpf3sR— Virender Sehwag (@virendersehwag) December 5, 2018
Haha Thank you Viru bhai— Shikhar Dhawan (@SDhawan25) December 5, 2018https://t.co/nQn3wcddyJ
સેહવાગે ટ્વિટર પર શિખર ધવનને ટેગ કરતા લખ્યું કે, ‘મૂંછે હો તો નત્થુલાલ જૈસી હો વર્ના ગબ્બર જૈસી હો. હેપ્પી બર્થ ડે શિખર ધવન. આવી જ રીતે મૂંછો અને બોલર્સને મરોડતો રહે.’ 40 વર્ષીય સેહવાગે ધવનની એક તસવીર પણ શેર કરી જેમાં તેની મૂંછોને ક્લિપ વડે પકડેલી દેખાડવામાં આવી છે. આના પર ધવને હસીને જવાહ આપતા લખ્યું – થેંક્યૂ વીરુ ભાઈ. ધવને થોડા સમય પહેલા જ મૂંછો પરની એક એડવર્ટાઈઝ પણ કરી હતી.
સફળ રહ્યું છે ‘ગબ્બર’નું કરિયર

ધવનને ટીમ ઈન્ડિયામાં ‘ગબ્બર’ કહેવામાં આવે છે, ફેન્સ પણ તેને આ નામથી બોલાવતા હોય છે. ધવન અત્યાર સુધી ભારત માટે 115 વન-ડે મેચોમાં 4935 રન બનાવી ચૂક્યો છે. ટેસ્ટની વાત કરીએ તો તે 34 મેચોમાં 40.61 રનની એવરેજથી 2315 અને 46 ટી20માં 1232 રન બનાવી ચૂક્યો છે.
No comments:
New comments are not allowed.