Latest

Thursday, December 6, 2018

પ્રિયંકા-નિકના લગ્ન બાદ આ મુદ્દે ભડક્યા ‘દેસી ગર્લ’ના જેઠ-જેઠાણી

જો-સોફી ટર્નરે કરી નિંદા


અમેરિકન સિંગર નિક જોનસના ભાઈ જો જોનસ અને તેની મંગેતર સોફી ટર્નરે એક વેબસાઈટમાં છપાયેલા આર્ટિકલની નિંદા કરી છે. આર્ટિકલમાં પ્રિયંકા અને નિકના લગ્નની ટીકા કરવામાં આવી છે. આ આર્ટિકલ ‘ધ કટ’ વેબસાઈટ પર પત્રકાર મારિયા સ્મિથે લખ્યો છે. આ લેખમાં દાવો કરવામાં આવ્યો છે નિક જોનસે પોતાની મરજી વિરુદ્ધ પ્રિયંકા સાથે લગ્ન કર્યા છે. આ આર્ટિકલને વંશીય અને મહિલાઓ પ્રત્યે ઘૃણા ઉપજાવતી બાબતોથી ભરેલો કહેવાઈ રહ્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

ટ્વિટર પર માગી માફી


આર્ટિકલના એક ભાગમાં કહેવાયું છે કે, ‘નિક પ્રિયંકાને માત્ર ગર્લફ્રેંડ બનાવવા માગતો પરંતુ હોલિવુડમાં હાલમાં જ પ્રવેશેલી આ એક્ટ્રેસે તેને આજીવન કારાવાસ આપી દીધો.’ જો અને સોફીની સાથે સાથે ઘણા લોકોએ આ આર્ટિકલની નિંદા કરી છે. બાદમાં વેબસાઈટે આ આર્ટિકલ માટી માફી માગી અને વેબસાઈટ પરથી હટાવી લીધો. ‘ધ કટ’એ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, “પ્રિયંકા ચોપરા અને નિક જોનસ વિશે છપાયેલી સ્ટોરી અમારા માપદંડો સાથે મેળ નથી ખાતી. અમે આર્ટિકલ હટાવી લીધો છે અને માફી માગીએ છીએ.”

સોફીએ આર્ટિકલને ગણાવ્યો અયોગ્ય


‘ગેમ ઓફ થ્રોન્સ’ની હિરોઈન સોફી ટર્નરે આ આર્ટિકલને અયોગ્ય ગણાવ્યો. જો જોનસે કહ્યું કે, આ આર્ટિકલ માટે વેબસાઈટને શરમ આવવી જોઈએ.

જુઓ જો જોનસનું ટ્વિટ


સોનમ આવી પ્રિયંકાના સમર્થનમાં


એક્ટ્રેસ સોનમ કપૂર પણ પ્રિયંકાના સમર્થનમાં આવી અને આ લેખને મહિલા વિરોધી ગણાવ્યો.


No comments:

Pages