રણવીરે પકડ્યો હિનાનો હાથ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આમ તો ચર્ચાઓમાં રહે જ છે પણ આ વખતે તેની એક્ટ્રેસ હિના ખાન સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે. હિનાએ પોતે આ તસવીર શેર કરી છે. તસવીર જોયા બાદ રણવીરના ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
જેન્ટલમેન રણવીર

અસલમાં હિના ખાન તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં શામેલ થઈ હતી. આ કાર્યક્રમમાં રણવીર પણ હાજર હતો. હિનાને પણ અહીં સન્માનિત કરવામાં આવી, બાદમાં જ્યારે તે નીચે ઉતરવા લાગી ત્યારે રણવીરે એક જેન્ટલમેનની માફક હિનાનો હાથ પકડ્યો અને નીચે ઉતરવામાં તેની મદદ કરી.
હિના થઈ ગઈ ઈમ્પ્રેસ
This was an awww moment— HINA KHAN (@eyehinakhan) December 15, 2018you are a gentleman @RanveerOfficial Good luck for SIMBA
https://t.co/rxx0hysaVp
હિના હાઈ હીલ્સ સાથે લૉન્ગ ગાઉન પહેરીને આવી હતી, આવામાં તેને સ્ટેજ પરથી ઉતરવામાં થોડી મુશ્કેલી થઈ રહી હતી. આવામાં રણવીરે પોતે આગળ તેનો મદદ કરવાનો અંદાજ એક્ટ્રેસના દિલને સ્પર્શી ગયો. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતા લખ્યું, ‘આ માટે Awww મોમેન્ટ હતી. રણવીર સિંહ તું જેન્ટલમેન છે. ફિલ્મ ‘સિમ્બા’ માટે તને ગુડ લક.’ હિનાની સાથે-સાથે સોશિયલ મીડિયા યૂઝર્સ પણ રણવીરની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
28 ડિસેમ્બરે રિલીઝ થશે ‘સિમ્બા’

જણાવી દઈએ કે, રણવીર આ જ મહિને દીપિકા સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. રણવીરની ફિલ્મ ‘સિમ્બા’ 28 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થઈ રહી છે. મૂવીમાં તેની સાથે સારા અલી ખાન લીડ રોલમાં છે. ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે.
you are a gentleman
No comments:
New comments are not allowed.