ઠંડીમાં ગરમાવો આપશે સૂપ

સૂપ સામાન્ય રીતે ખાવાનું ખાઈએ તેના પહેલા સર્વ કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. ટોમેટો સૂપ સિવાય કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો બ્રોકોલી આમન્ડ (બ્રોકોલી બદામ) સૂપ ટ્રાય કરી જુઓ. લગભગ અડધા કલાકમાં આ સૂપ તૈયાર થઈ જાય છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
2થી 4 લોકો માટે સૂપ બનાવવાની સામગ્રી

એક મોટી ચમચી બટર
એક ડુંગળી (ટુકડાં કરેલી)
એક બ્રોકોલી (ટુકડાં કરેલી)
ત્રણ મોટી ચમચી છીણેલી બદામ
બે કપ વેજિટેબલ સ્ટોક
અડધો કપ દૂધ
મીઠું સ્વાદ અનુસાર
એક ચમચી મરી પાઉડર
બે મોટી ચમચી બદામ (ઝીણી સમારેલી- ગાર્નિશિંગ માટે)
બનાવવાની રીત

સૌથી પહેલા મીડિયમ આંચ પર કૂકિંગ પેનમાં બટર ગરમ કરો. ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. ડુંગળી થોડી નરમ થાય એટલે તેમાં બ્રોકોલી ઉમેરી સાંતળો. પછી આ મિશ્રણમાં છીણેલી બદામ, વેજિટેબલ સ્ટોક, મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરો.
બનાવવાની રીત

હવે એક ઊભરો આવે ત્યાં સુધી રાહ જુઓ. પહેલો ઊભરો આવતાં જ 10 મિનિટ સુધી ઢાંકીને બ્રોકોલી ચડવા દો. બ્રોકોલી બરાબર ચડી જાય એટલે આંચ બંધ કરી દો. ઉકાળેલી બ્રોકોલી ઠંડી પડે એટલે બ્લેંડરમાં નાખી પેસ્ટ બનાવી લો.
બનાવવાની રીત

હવે ફરી વાર મીડિયમ આંચ પર પેન ગરમ કરો. તૈયાર કરેલી પેસ્ટને પેનમાં નાખીને દૂધ સાથે ચડવા દો. બીજી તરફ બીજા એક પેનમાં બટર ગરમ કરવા મૂકો. બટર ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી બદામ સાંતળીને ગેસ બંધ કરી દો. બસ, તૈયાર થઈ ગયો બ્રોકોલી સૂપ. ઝીણી સમારેલી બદામથી ગાર્નિશ કરીને સૂપ ગરમ ગરમ સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Skq60A
No comments:
Post a Comment