ભારતીયો સોનામાં ઘણું કરે છે રોકાણ

ભારતીય લોકો પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સોનામાં ઘણું જ રોકાણ કરે છે. જોકે, તેમાંથી કેટલાક લોકો ખોટા કારણોસર પણ આવું કરતા હોય છે. એવું કરીને તેઓ પોતાના આર્થિક લક્ષ્યોની સાથે રમત કરે છે. અહીં જાણો, પાંચ કારણો જેના માટે સોનામાં રોકાણ કરવું જોઈએ…
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ફુગાવાથી બચાવ

ફુગાવો વધવાથી કરન્સીની વેલ્યૂ નીચે જતી રહે છે. લાંબા સમયથી મોટાભાગની મોટી મુદ્રાઓની વેલ્યૂ સોનાની સરખામણીમાં નીચે જતી રહે છે. એટલે લોકો રૂપિયાને સોનાના રૂપમાં રાખે છે. જ્યારે વધુ સમય માટે ફુગાવો ઊંચો રહે છે, ત્યારે સોનું જ તેની સામે બેરિયરનું કામ કરે છે.
આ પણ વાંચો: 1 રૂપિયાનું સોનુ ખરીદી રહ્યા છે ભારતીયો, જાણો કેવી રીતે ખરીદી શકાય
સેફ છે સોનું

સોનાને લઈને રોકાણકારોના મનમાં સેફ્ટી રહે છે. તેને ખરીદવાનું રિયલ જેવી એસેટ્સ ખરીદવાની સરખામણીમાં સરળ હોય છે. ડિજિટલ એસેટ્સ હેક થવાનો કે ખોટો ઉપયોગ થવાનો પણ ખતરો હોય છે, પરંતુ સોનામાં એવું નથી.
બાકી એસેટ્સથી અલગ

સોનાનું બાકી એસેટ્સથી નેગેટિવ કોરિલેશન હોય છે. આ કારણે પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈડ લાગે છે. બીજા એસેટ્સ પર અસર કરનારા પેરામીટર્સ સોના ઉપર એ રીતે અસર નથી કરતા. આ કારણે તેની સાથે ઓછું રિસ્ક જોડાયેલું રહે છે. જોકે, માનવામાં આવે છે કે જ્યારે શેર્સ ઘટે છે, એ સમયે ગોલ્ડ અને ઈક્વિટીમાં નેગેટિવ કોરિલેશન ઊભું થઈ શકે છે.
લિક્વિફાઈ કરવામાં સરળ

જરૂરિયાતના સમયે સોનાની જગ્યાએ કેશ મેળવી શકાય છે, તે પણ ઝડપથી. બાકી એસેટ્સની સરખામણીમાં સોનનામં રોકાણને લઈને લો-ઈન પીરિયડ નથી હોતો (સરકારી ગેરંટી પર ગોલ્ડ બોન્ડને છોડીને). જોકે, સોનાની કિંમત તેની શુદ્ધતા, માર્કેટ પ્રાઈઝ જેવી વસ્તુઓ પર નિર્ભર કરે છે. સોના પર લોન પણ લઈ શકાય છે.
જિયોપોલિટિકલ ફેક્ટર

જિયોપોલિટિકલ ખેંચતાણને કારણે સોનાનું પ્રદર્શન સારું રહે છે. યુદ્ધ જેવી ક્રાઈસિસ કે જેમાં બીજા એસેટ્સ પર ખરાબ અસર પડે છે, તો સોના પર તેની સકારાત્મક અસર થાય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2LnfKdB
No comments:
Post a Comment