Latest

Monday, December 3, 2018

સાસુ-સસરાએ જોનસ પરિવારમાં પ્રિયંકાનું કર્યું સ્વાગત, નવી વહુને આપી આટલી મોંઘી ગિફ્ટ

પતિ-પત્ની બન્યા નિક-પ્રિયંકા

દેસી ગર્લ પ્રિયંકા હવે વિદેશી વહુ બની ગઈ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે પતિ-પત્ની બન્યા છે. કપલે 1 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદભવનમાં ક્રિશ્ચન પરંપરાથી અને 2 ડિસેમ્બરે હિંદુ વિધિથી લગ્ન કર્યા. પ્રિયંકા અને નિકે ઓગસ્ટ મહિનામાં સગાઈ કરી હતી.

સાસુમાએ આપી મોંઘી ગિફ્ટ

આ રોયલ વેડિંગ સેરેમનીમાં ચોપરા અને જોનસ પરિવારે ખૂબ જ મસ્તી કરી. મહેંદી અને સંગીતની તસવીરો પ્રિયંકા અને નિકે શેર કરી છે. હવે રિપોર્ટ પ્રમાણે, નવી વહુને નિકની મમ્મી ડેનિસ જોનસે ખૂબ કિંમતી અને મોંઘી ગિફ્ટ આપી છે.

55 લાખની ગિફ્ટ આપી

જોનસ પરિવારે બીજી વહુનું પ્રેમભર્યું સ્વાગત કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, ડેનિસે પોતાની વહુ પ્રિયંકાને ખૂબસુરત ઈયરિંગ્સ ભેટમાં આપી છે. આ ઈયરિંગ સામાન્ય નથી. ઝુમખાવી કિંમત 79,500 ડોલર છે, જેની ભારતીય રૂપિયામાં કિંમત લગભગ 55.46 લાખ રૂપિયા છે. 6.7 કેરેટની ઈયરિંગમાં 170 સ્ટોન જડેલા છે.

મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે ફેશન મેગેઝીન વોગ માટે ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીને પ્રિયંકા અને નિકની તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં ‘નિકયંકા’ વચ્ચેની ઈન્ટીમસી દેખાય છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2QqUCsb

No comments:

Post a Comment

Pages